એક ચાઈનીઝ જાસૂસ બકિંગહામ પેલેસમાં ઘૂસ્યો હોવાના અને પ્રિન્સ એન્ડ્રુની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હોવાના અહેવાલ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જો કે આ કથિત ચીની જાસૂસની ઓળખ જાહેર કરવામાં આવી નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક બિઝનેસમેન છે, જેને એચ૬ તરીકે ઓળખવામાં આવે છે.અગાઉ ડુક ઓફ યોર્ક પ્રિન્સ એન્ડ્રુએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેણે કથિત જાસૂસ સાથેનો તમામ સંપર્ક સમા કરી દીધો છે. હાલમાં, એક કથિત ચીની જાસૂસનો મામલો બ્રિટિશ રાજકારણમાં હેડલાઇન્સમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચીની જાસૂસ રાજા ચાલ્ર્સ ત્રીજાના નાના ભાઈ પ્રિન્સ એન્ડ્રુના નજીકના સહયોગી તરીકે બકિંગહામ પેલેસમાં પ્રવેશ્યો હતો.એટલું જ નહીં આ જાસૂસ પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરન અને થેરેસા મેને પણ મળી ચૂકયો છે.
અગાઉ ડુક ઓફ યોર્ક પ્રિન્સ એન્ડ્રુએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેણે કથિત જાસૂસ સાથેનો તમામ સંપર્ક સમા કરી દીધો છે.બ્રિટનના તત્કાલિન ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેને ૨૦૨૩માં પ્રથમ વખત બ્રિટનમાં એચ૬ ના પ્રવેશ પર પ્રતિબધં મૂકયો હતો. તે સમયે એવું કહેવામાં આવતું હતું કે તેઓ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના એજન્ડા સાથે જોડાયેલા હતા. પરંતુ એચ ૬ એ આ નિર્ણય સામે કોર્ટનો સંપર્ક કર્યેા અને તેને ગેરકાયદે ગણાવ્યો. લંડન ટિ્રબ્યુનલે સુનાવણી દરમિયાન કહ્યું કે એચ૬ એ કહ્યું કે તેણે રાજકારણમાં સામેલ થવાનું છોડી દીધું છે. તેમના પ્રતિનિધિઓએ ટિ્રબ્યુનલને કહ્યું હતું કે તેઓ કયારેય સીસીપીના વરિ સભ્ય રહ્યા નથી.
આ અઠવાડિયાની શઆતમાં રાષ્ટ્ર્રીય સુરક્ષાને કારણે એચ૬ પર બ્રિટનમાં પ્રવેશ પર પ્રતિબધં મૂકવામાં આવ્યો હતો. સ્પેશિયલ ઈમિગ્રેશન અપીલ કમિશને આ વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે આ વ્યકિતને ૨૦૨૦માં પ્રિન્સ એન્ડ્રુની બર્થડે પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.આ સમગ્ર મામલે પ્રિન્સ એન્ડ્રુના કાર્યાલય દ્રારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડુક તે વ્યકિતને સત્તાવાર ચેનલો દ્રારા મળ્યા હતા અને આ સમય દરમિયાન કોઈ ગોપનીય બાબતોની ચર્ચા કરવામાં આવી ન હતી અને ન તો કોઈ સંવેદનશીલ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.તે જ સમયે, કેમન સાથે સંબંધિત એક સૂત્રએ જણાવ્યું હતું કે ડેવિડ કેમરન એક દાયકા સુધી કન્ઝર્વેટિવ નેતા હતા અને છ વર્ષ સુધી દેશના વડાપ્રધાન હતા.આ દરમિયાન તેઓ જુદા જુદા કાર્યક્રમોમાં હજારો લોકોને મળ્યા હતા. જો કે આ વ્યકિતને મળ્યાનું તેમને યાદ નથી. બીજી તરફ થેરેસા મેએ પણ એચ ૬ને મળ્યા હોવાની પુષ્ટ્રી કરી નથી કે આ વ્યકિત વિષે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech