ઉત્તરાયણ પર્વને લઈ પોલીસ દ્રારા ચાઈનીઝ દોરી–તુક્કલના વેચાણ પર ધોંસ બોલાવી છે. ખાસ કરીને તાજેતરમાં હાઇકોર્ટ દ્રારા કાચ પાયેલા માંજાના વેચાણ પર પણ પ્રતિબધં મૂકવામાં આવ્યો હોય પોલીસ દ્રારા તમામ નિયમોનું કડકાઇપૂર્વક પાલન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે શહેર પોલીસ દ્રારા અલગ અલગ વિસ્તારોમાંથી ચાઈનીઝ દોરાની ફીરકીઓ–તુક્કલ તેમજ કાચ પાયેલા માંજાનો દોરો અને તેનો સામાન રાખનાર સહિત ૪૦ થી વધુ ધંધાર્થીઓને ઝડપી લઇ તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સુચના હેઠળ પોલીસ સ્ટાફ દ્રારા શહેરમાં જીવલેણ ચાઈનીઝ દોરી અને કાચ પાયેલા માંજાના વેચાણ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવા માટે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે ચેકિંગ દરમિયાન શહેર પોલીસ દ્રારા અલગ–અલગ સ્થળોએથી મળી ૪૦ થી વધુ ધંધાર્થીઓ સામે જાહેરનામાભગં અંગેના ગુના નોંધવામાં આવ્યા છે.
પોલીસે કરેલી કાર્યવાહીમા એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે દાતાર બાપુના તકિયા પાસેથી એજાઝ હત્પસેનભાઇ બ્લોચને પાંચ ચાઈનીઝ ફિરકી સાથે ઝડપી લીધો હતો. યારે ટીપુ સુલતાન રફિકભાઈ શેખને કાચના પાવડર વાળી પાંચ ફીરકીઓ સાથે પકડી પાડો હતો. કુવાડવા રોડ પોલીસે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ ચોકડી પાસેથી રણજીત ડાભાઈ મેરને બે ચાઈનીઝ ફિરકી સાથે ઝડપી લીધો હતો.પ્ર.નગર પોલીસે સદર બજાર સંતોષ સ્ટોર પાસેથી કાચના પાવડરના માંજા સાથે જલાલુદ્દીન નસીબ અલી, રિયાસત કેસરભાઈ હત્પસેનને ઝડપી લીધા હતા. માલવીયાનગર પોલીસે ચંદ્રેશનગર મેઇન રોડ પાસેથી હીરા ભુરાભાઈ રાઠોડને કાચ પાયેલા માંજાની ત્રણ ફીરકી સાથે ઝડપી લીધો હતો.
તાલુકા પોલીસ મથકના પી આઇ ડી.એમ.હરીપરાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ઉગાભાઇ બાળા સહિતના સ્ટાફે મવડી ચોકડી પાસે બાપાસીતારામ ચોક નજીકથી વીરચદં લલુભાઈ પટણીને દોરામાં પાવા માટે રાખેલી કાચની ૨૫ કિલો ભૂકી ભરેલા બચકા સાથે ઝડપી લીધો હતો તેમજ તેની પાસેથી કાચની દોરીની આઠ ફીરકીઓ સહિત ૧૪૫૦ નો મુદ્દામાલ કબજે કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. તાલુકા પોલીસે અન્ય દરોડામાં ભીમનગર શેરી નંબર ૧૨ ખાતેથી ચાઈનીઝ દોરીની પાંચ ફીરકી સાથે પ્રકાશ દાનાભાઈ લોલાડીયા આ ઉપરાંત પ્રતિબંધિત કાચના ભૂકાના માંજા પાયલ પાંચ ફીરકીઓ સાથે સુરેશ મફાભાઈ પટણી, ભુપત જેઠાભાઈ ગોરાસવા અને મનોજ અરજણભાઈ જોગણીયાને ઝડપી લીધા હતા.
થોરાળા પોલીસ મથકના સ્ટાફે ગંજીવાડા નાકા પાસેથી ઉમેશ શામજીભાઈ સરવૈયાને ચાઈનીઝ દોરીની પાંચ ફીરકી સાથે યારે બી ડિવિઝન પોલીસે એક બાળ આરોપીને નવાગામ મેઈન રોડ પરથી ચાઈનીઝ દોરીની ૧૪ ફીરકી સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી
ટ્રાફિક પોલીસે ૧૬૦ ટુ વ્હીલરમાં સેફટી ગાર્ડ લગાવ્યા
મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન દોરીથી વાહનચાલકોને જીવલેણ ઇજા ના પહોંચે અને અકસ્માતના બનાવો અટકાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સુચના હેઠળ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવના માર્ગદર્શનમાં ટ્રાફિક એસીપી જે. બી. ગઢવી તથા ટીમે ટુ વ્હીલર ચાલકોને સેફટી ગાર્ડ લગાવવા માટેની એક ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પોલીસે ૬૧૦ વાહન ચાલકોને વાહનના આગળના ભાગે સેટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા. તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લામાં ચાઇનીઝ દોરીના ૧૪૩ ફીરકા સાથે ૯ શખસો ઝડપાયા
ઉત્તારાયણ પર્વ નજીક આવતા જ જીવલેણ ચાઇનીઝ દોરીના વેચાણમાં ભારે વધારો થયો છે.ત્યારે લોકોના જીવન માટે જોખમપ આ દોરીના વેચાણ સામે પોલીસે લાલઆખં કરી છે. રાજકોટ જિલ્લા પોલીસે અલગ–અલગ દરોડામાં ચાઇનીઝ દોરીની ૧૪૩ ફિરકીઓ સાથે ૯ વેપારીઓને ઝડપી લીધા હતાં.આ દરોડા મેટોડા, ગોંડલ તાલુકાના વોરાકોટડા, દેરડી કુંભાજી, પીપળીયા અન ધોરાજીમાં પડવામાં આવ્યા હતાં.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની સૂચનાથી રાજકોટ એસપી હિમકરસિંહએ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં વેપારીઓ સામે કડક પગલાં ભરવાની આપેલ સૂચનાથી રલ પોલીસ આક્રમક કાર્યવાહી શ કરી છે. અલગ અલગ પોલીસ મથકમાં ચાઈનીઝ દોરી વેચતા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં મેટોડા પોલીસ મથકના પીઆઈ એચ. એસ.શર્મા અને ટીમે મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.૦૩ માં આવેલ દુર્ગા ચોકમાં દરોડો પાડી જાહેર રોડ પર ચાઈનીઝ દોરીનું વેંચાણ કરતાં સુનિલ દિનેશ જાખલીયા (ઉ.વ.૨૮),(રહે. મેટોડા જીઆઇડીસી, શ્રીનાથજી સોસાયટી) પાસેથી ચાઈનીઝ દોરીની ૨૦૦ ફિરકી .૧૪ હજારનો મુદામાલ કબ્જે કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.પી.રાવની રાહબરીમાં ટીમે વોરાકોટડા ગામેથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં મુકેશ હરિ મીઠાપરા નામના શખસને પકડી ચાઈનીઝ દોરીની ૪૭ ફિરકી .૬૭૫૦ નો મુદામાલ અને મોવિયા ગામ જવાના રોડ પરથી કેતન કિશોર વાઘાણી (રહે. દોમડિયા સોસાયટી, ગોંડલ) સામે કાર્યવાહી કરી ચાઈનીઝ દોરી ફિરકી ૫ નગં ઝડપી લીધો હતો.
જયારે શાપર પોલીસે વેરાવળ ખેતલા આપા હોટલ પાસેથી વિરમદેવસિંહ ઉર્ફે નાનકો કિશોરસિંહ જાડેજા (ઉ.વ.૨૧),(રહે. શાપર) ને ચાઈનીઝ ફિરકી નંગ.૫ સાથે ઝડપી લીધો હતો. ધોરાજી સીટી પોલીસે ધોરાજીના કુંભારવાડા સ્વામિનારાયણ મંદિર પાસેથી જયદીપ ભરત શેખ નામના શખ્સને પકડી તેની પાસેથી ચાઈનીઝ દોરીની ૫ ફિરકી કબજે કરી હતી. તેમજ પીપળીયા ગામેથી અરવિંદ ઉર્ફે લૂખા ભીખો બાંભણીયા નામના શખસ પાસેથી ચાઈનીઝ દોરીની ૧ ફિરકી કબ્જે કરી હતી. યારે ગોંડલ સિટી પોલીસે ભગવતપરામાં બાપા સીતારામ ચોક પાસેથી યોગેશ ડાયા ઇસોરીયા નામના શખસ પાસેથી ચાઈનીઝ દોરીની ૫ ફિરકી કબ્જે કરવામાં આવી છે. આ ઉપરાંત જેતપુર ઉધોગનગર પોલીસે પાંચ પીપળા ગામમાં ખોડિયાર માતાના મંદિર પાસેથી રવી હરિ મકવાણા નામના શખસને ચાઈનીઝ દોરીની ૩ ફિરકી અને ગોંડલના દેરડી કુંભાજી ગામેથી પોલીસે વિજય રવજી સોલંકી નામના શખસને ચાઈનીઝ દોરીની ૨ ફિરકી સાથે પકડી પાડો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે ટ્રાફિક વિભાગ દ્વારા વાહન ચાલકોની સલામતી માટે નવતર અભિયાન
January 13, 2025 06:16 PMભાણવડના પાસ્તર અને પાસ્તરડી ગામે થઈ રહેલ ખનીજ ચોરી અંગે આપ દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યું
January 13, 2025 06:11 PM૧૪મી તારીખે જ કેમ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ, જાણો તેની પાછળનું કારણ
January 13, 2025 05:56 PMધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાઈ...
January 13, 2025 05:56 PMUPI દ્વારા પેમેન્ટ કરનારાઓ ચેતજો! SBI એ આપી ચેતવણી
January 13, 2025 05:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech