BREAKING NEWS

નોર્વેમાં ૧૬ વર્ષથી નાના બાળકો સોશિયલ મીડિયા નહીં વાપરી શકે

  • April 25, 2026 09:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાળકોના વધતા સ્ક્રીન સમય અને ઇન્ટરનેટ મીડિયાના પ્રભાવથી ચિંતિત નોર્વે સરકાર એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. સરકાર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા ઈન્ટરનેટ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે સંસદમાં એક બિલ રજૂ કરવા જઈ રહી છે, જેના હેઠળ ટેક કંપનીઓ વવ ચકાસણી માટે જવાબદાર રહેશે. જ સરકાર આ કાયદો લાવશે તો વિશ્વના અનેક દેશો માટે આ નિયમ સીમા ચિન્હ રૂપ બનશે.
વડા પ્રધાન જોનાસ ગાહર સ્ટોરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બાળકોના બાળપણને સુરક્ષિત રાખવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે રમત, મિત્રતા અને સામાન્ય જીવનને અલ્ગોરિધમ અને સ્કીન પર છોડી શકાય નહીં. સરકાર માને છે કે બાળકોના ડિજિટલ જીવનને સુરક્ષિત રાખવામાં આ પગલું મહત્વપૂર્ણ સાબિત વશે. ઘણા યુરોપિયન દેશો હવે આ અંગે વિચારણા કરી રહ્યા છે, ખાસ કરીને કારણ કે ઓસ્ટ્રેલિયાએ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઇન્ટરનેટ મીડિયા ઍકસેસને પ્રતિબંધિત કરીને પહેલ કરી છે.જોકે સરકારે હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે કયા પ્લેટફોર્મ આ દ્વારા આવરી લેવામાં આવશે. ઉદાહરણ તરીકે, ઓસ્ટ્રેલિયાના નિયમો મેટાના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક, ટિકટોક, સ્નેપચેટ, ગૂગલના યુટયુબ અને મસ્કના એકસ જેવા પ્લેટફોર્મ પર લાગુ પડે છે નોર્વે સરકાર કયા કયા પ્લેટફોર્મ પ્રતિબંધિત કરે છે તે જોવાનું રહ્યું... 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application