BREAKING NEWS

બાળકોના દાંતને સડો અને અસહ્ય દુખાવાથી બચાવવા અપનાવો આ પંચસૂત્ર

  • June 09, 2026 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બાળકોમાં દાંતનો સડો એટલે કે કેવિટી થવી એ એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે. આ નાની દેખાતી તકલીફ ક્યારેક બાળકો માટે અસહ્ય દુખાવો અને પેઢામાં સોજાનું કારણ બની જાય છે. જો સમયસર આ બાબતે સાવચેતી રાખવામાં ન આવે, તો ચેપ વધી શકે છે અને તેની આજુબાજુના અન્ય સારા દાંત પણ સડવા લાગે છે. સામાન્ય રીતે મોંની અપૂરતી સફાઈ અને ખોરાકમાં ખાંડનું વધુ પડતું પ્રમાણ આ સમસ્યા માટે જવાબદાર હોય છે.
બેક્ટેરિયા અને ગ્લુકોઝ મળીને દાંતના ઉપરના પડને નુકસાન પહોંચાડે છે. જો બાળકોમાં નાનપણથી જ 5 ખાસ આદતો કેળવવામાં આવે, તો તેમને આ આજીવન પીડામાંથી મુક્ત રાખી શકાય છે.


ઓરલ હાઇજીન જાળવવા માટેની પાયાની આદતો
બાળકોના મોંની સ્વચ્છતા જાળવવા માટે રોજિંદા જીવનમાં આ બાબતોનો સમાવેશ કરવો અનિવાર્ય છે


દિવસમાં બે વાર બ્રશ:- બાળકોને સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરવાની ટેવ પાડો. રાત્રે જમ્યા પછી બ્રશ કરવાથી દાંતની વચ્ચે ભરાયેલા અન્નકણો નીકળી જાય છે. રાત્રે સૂતી વખતે લાળ ઓછી બનતી હોવાથી બેક્ટેરિયા ઝડપથી વધે છે, તેથી સવારનું બ્રશ પણ એટલું જ જરૂરી છે.


જમ્યા પછી કોગળા કરવાની ટેવ:- બાળક જ્યારે પણ કંઈ પણ ખાય, ત્યારે તેને પાણીથી સરખી રીતે કોગળા કરવાની આદત આપો. આનાથી મોંમાં ખોરાકના કણો જમા થતા નથી અને જર્મ્સ કુદરતી રીતે સાફ થઈ જાય છે.


જીભની યોગ્ય સફાઈ:- માત્ર દાંત સાફ કરવા પૂરતા નથી. બ્રશ કર્યા પછી જીભને પણ હળવા હાથે સાફ કરવી જોઈએ. આ આદતથી પેઢા મજબૂત થાય છે અને મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે.આહારમાં પરિવર્તન અને ગળપણ પર નિયંત્રણ દાંતને અંદરથી મજબૂત કરવા માટે માત્ર બહારની


સફાઈ પૂરતી નથી, પરંતુ ખોરાક પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે


ચીકણી અને ગળી વસ્તુઓથી અંતર:- ચોકલેટ, ટોફી, કોલ્ડ ડ્રિંક્સ કે ખાંડવાળું દૂધ જેવી વસ્તુઓ દાંત પર ચોંટી જાય છે અને સડન પેદા કરે છે.


બાળકોને આવા પદાર્થો આપવાનું બને તેટલું ટાળો અને તેના બદલે સ્વાસ્થ્યવર્ધક વિકલ્પો પસંદ કરો.

કેલ્શિયમયુક્ત પોષણ:- બાળકોના આહારમાં કુદરતી કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓ જેવી કે ખાંડ વગરનું દૂધ, દહીં, લીલા શાકભાજી, તાજા ફળો અને ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરો. આ ખોરાક દાંતના બંધારણને મજબૂત કરે છે અને હાડકાંનો વિકાસ પણ સારો કરે છે.બાળપણમાં જ કેળવાયેલી આ નાની આદતો ભવિષ્યમાં મોટા ડેન્ટલ ખર્ચ અને પીડાથી બચાવે છે. માતા-પિતા તરીકે બાળકોની આ દિનચર્યા પર નજર રાખવી એ ખૂબ જ જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application