મુખ્યમંત્રીએ ટોસ ઉછાળી મહિલા ક્રિકેટરોના મેચની શરૂઆત કરાવી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરના પોલીસ હેડ ક્વાટર ખાતેના પરેડ ગ્રાઉન્ડની બાજુના ખાલી મેદાનમાં નિર્માણ પામેલા પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનું તથા વોકિંગ-રનિંગ ટ્રેકનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં ટોસ ઊછાળી મહિલા ટીમના ક્રિકેટ મેચની શરૂઆત કરાવી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરનું ૬૩ મીટરની ત્રિજ્યાવાળું ક્રિકેટ ગ્રાઉન્ડ તથા તેની ફરતે ૦૫ (પાંચ) મીટરની પહોળાઇવાળો ૪૦૦ મીટરનો વોકીંગ/રનીંગ ટ્રેક બનાવવામાં આવેલ છે. આ ઐતિહાસિક મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ખેલાડીઓએ પોતાની કારકિર્દી દરમ્યાન પ્રેકટીસ કરી છે. જેથી ક્રિકેટ ચાહકો માટે પણ આ ગ્રાઉન્ડનુ મહત્વપુર્ણ બની રહેશે. તેમજ અહીંનો વોકીંગ-રનીંગ ટ્રેક સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ ભરતીઓ માટેની શારીરિક કસોટીની પુર્વ તૈયારી માટે પણ યુવાનોને મદદરૂપ થશે.
આ લોકાર્પણ પ્રસંગે સાંસદ પુનમબેન માડમ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ચીફ સેક્રેટરી રાજકુમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, કલેકટર બી. કે. પંડયા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અગ્રણીઓ વિમલભાઈ કગથરા, રમેશભાઇ મુંગરા, વિજયસિંહ જેઠવા, વિનુભાઈ ભંડેરી, અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
***
જે.એમ.સી.ગ્રાઉન્ડ ખાતે મીલેટ એક્સપોને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: મુખ્યમંત્રીએ મીલેટ એક્સપોમાં આવેલ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા: ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો મુખ્યમંત્રી સાથે જોડાયા
જામનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગઇકાલે વિવિધ લોકાર્પણ અને ખાતમુહર્ત કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જે.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મીલેટ એક્સપોને ખુલ્લો મૂક્યો હતો. તેમજ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્ટોલ ધારકોને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ સખી મંડળ તેમજ પ્રાકૃતિક કૃષિ અને ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો સાથે મળીને સંવાદ કર્યો હતો અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જે.એમ.સી.ગ્રાઉન્ડ ખાતે તા.૧ થી ૩ માર્ચ સુધી મિલેટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં મિલેટ વાનગીઓના લાઇવ ફુડ સ્ટોલ, મિલેટ વાનગીઓના રેડી ટુ ઇટ સ્ટોલ, મિલેટ પાકની સામગ્રી, પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલ તેમજ હસ્તકલાના સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જામનગરની જાહેર જનતા આ સ્ટોલની મુલાકાત સાંજે ૦૪.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી લઈ શકશે.
આ મુલાકાત દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી સહિતના મહાનુભાવો મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતાં.
***
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કરાયું
મુખ્યમંત્રી ગઇકાલે જામનગર આવતાં તેમનું એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામં આવ્યું હતું, આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, કલેકટર બી.કે. પંડયા, રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અગ્રણીઓ વિમલભાઈ કગથરા, રમેશભાઇ મુંગરા, અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
***
જામનગરના નિષ્પક્ષપાતી ત્રિમંદિરના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી
જામનગર જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર-રાજકોટ હાઇવે પર ગુલાબનગરથી આગળ માણેકનગર વિસ્તારમાં આવેલ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. અજોડ ત્રિમંદિર (ત્રણ મંદિરો એક મંદિરમાં) ની સ્થાપના, એ પરમપૂજ્ય દાદાશ્રીનું એક ક્રાંતિકારી પગલું હતું. જ્યાં બધા મુખ્ય ધર્મોના સાર એક મંચ પર મૂકવામાં આવ્યા છે. મંદિરની અંદર ભક્તોને જૈન,વૈષ્ણવ અને શૈવ ધર્મના દેવી દેવતાઓના દર્શન થાય છે. મંદિરમાં વિશાળ હારિયાળો બગીચો, પુસ્તકાલય તેમજ ભોજનશાળા આવેલી છે. અહીં ભક્તોને આધ્યાત્મિકતા અને શાંતિનો અનુભવ થાય છે. સફેદ પત્થરોની અદ્ભુત કોતરણીથી બનેલું ત્રિમંદિર સૌ કોઈનું ધ્યાન આકર્ષે છે.
મુખ્યમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ચીફ સેક્રેટરી રાજકુમાર, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, અગ્રણીઓ વિમલભાઈ કગથરા, કલેકટર બી.કે.પંડયા, રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
***
મુખ્યમંત્રીએ જિલ્લા કક્ષાના રમત સંકુલનું ઈ-ખાતમુહૂર્ત કર્યું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે છે ત્યારે તેઓએ એમ્યુઝમેન્ટ પાર્ક નજીક, શ્રીજી હોલ પાસે મિલેટ એક્સપોને ખુલ્લો મૂકી જામનગર જિલ્લાને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં બેડી બંદર રોડ, ઓવર બ્રિજ નજીક બ્રુકબોન્ડ ગ્રાઉન્ડમાં નિર્માણ પામનાર જિલ્લા કક્ષાના રમત સંકૂલનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.
જામનગરમાં જિલ્લા કક્ષાનું રમત સંકૂલ બનાવવા માટે સરકાર દ્વારા આશરે ૧૨ એકર જમીન ફાળવવામાં આવી છે. અંદાજે ૨૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રમત સંકુલમાં ઇન્ડોર રમતો જેવી કે ટેબલ ટેનીસ, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, ખો-ખો, જિમ, યોગા, જુડો, ચેસ, વેટ લીફટ, ૧૦૦ મી. શુટીંગ રેન્જ તથા આઉટડોર ગેમ્સમાં ૪૦૦ મીટર મડી એથ્લેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બે વોલીબોલ કોર્ટ, બે કબડ્ડી મેદાન, ખો-ખો કોર્ટ, ચાર ટેનીસ કોર્ટ, બે બાસ્કેટબોલ કોર્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. આ જિલ્લા રમત સંકૂલના નિર્માણથી જામનગર જિલ્લાની યુવા પેઢીને રમત ગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા વિકસિત કરવાની તેમજ રમત ગમત ક્ષેત્રે આગળ વધવાની ઉમદા તકો પ્રાપ્ત થશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech