રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગનું તા. ૧૩ના મુખ્યમંત્રી પટેલ ખાતમુહર્ત કરશે

  • December 06, 2024 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંદાજે રૂપિયા ૩૨ કરોડના ખર્ચે રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન બિલ્ડીંગના સ્થાને નવું અધતન સાધન સુવિધાસભર અને કોર્પેારેટ કલ્ચરનુ બિલ્ડીંગ બનાવવા માટેના પ્રોજેકટનો કોન્ટ્રાકટ લોકસભાની ચૂંટણીની આચાર સહિતા લાગું પડે તે પહેલા એટલે કે મે મહિનામાં અપાઈ ગયા પછી હવે છ મહિને તેના ખાતમુહર્તનું મુહર્ત નીકળ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આગામી તારીખ ૧૩ ના રોજ રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગનું વચ્ર્યુઅલ ખાતમુહર્ત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
આગામી તારીખ ૧૩ ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં અને રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયત અને કલેકટર તત્રં દ્રારા તૈયાર કરવામાં આવેલા જુદા જુદા પ્રોજેકટના ખાતમુહર્ત અને લોકાર્પણ જેવા કાર્યક્રમો માટે રાજકોટ આવી રહ્યા છે. એક જ જગ્યાએ સ્ટેજ કાર્યક્રમ યોજવામાં આવશે અને ત્યાંથી મહાનગરપાલિકા જિલ્લા પંચાયત અને કલેકટર તથા ડાના જુદા જુદા પ્રોજેકટનું વચ્ર્યુઅલ લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવશે.
જિલ્લા પંચાયતમાં વહીવટી પાખનું સંપૂર્ણ સ્થળાંતર જુના કોર્ટ બિલ્ડિંગમાં થઈ ગયું છે. પરંતુ અહીં જગ્યા ટુકી પડે છે તેમ કહીને પદાધિકારીઓની ચેમ્બરો હજુ જૂના બિલ્ડીંગમાં જ યથાવત રાખવામાં આવી છે. નવા બીજા બિલ્ડીંગ માટે માગણી કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તે માટે કોઈ પોઝિટિવ જવાબ ન મળતા હવે જુના કોર્ટ બિલ્ડિંગમાં વહીવટી પાખ સાથે જ બેસવાનું મન અધિક પદાધિકારીઓએ બનાવી લીધું છે.કોર્ટ બિલ્ડીંગના હોલમાં પાર્ટીશન નાખીને ચેમ્બરો બનાવવામાં આવશે. આ માટે કામગીરી શ કરી દેવામાં આવી છે અને તે પૂરી થવામાં એકાદ મહિનો જેવો સમય પસાર થઈ જશે અને ત્યાર પછી શિિટગં કરવામાં આવશે.જુના બિલ્ડિંગમાં પદાધિકારીઓની ચેમ્બરો યથાવત રાખવામાં આવી છે પરંતુ તેમાં ભાગ્ય જ કોઈ પદાધિકારી આવતા હોય છે. કારણ કે અહીં અવારનવાર વીજળી પુરવઠો ખોરવાઈ જાય છે. પાણીની લાઈન પણ તૂટી જાય છે અને વાઇફાઇ કે ઇન્ટરનેટની કનેકિટવિટી પણ એકધારી મળતી નથી. આ બધા પ્રશ્નોના કારણે હવે નાછૂટકે ઝડપથી સ્થળાંતર કરવામાં આવશે. બે દિવસ પહેલા અહીં એક દિવાલ તોડતી વખતે પીજીવીસીએલના બે ટ્રાન્સફોર્મર પર તે પડતા વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો અને અન્ય લાઈન માંથી કનેકશન આપવામાં આવ્યા છે. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગયા બુધવારે જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવહાણે જિલ્લા પંચાયતના નવા જૂના બિલ્ડીંગમાં વિઝીટ માટે આવ્યા હતા. નવું બિલ્ડીંગ બાંધવાની કામગીરી કરતા એજન્સીના સંચાલકો, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના પદાધિકારીઓ વગેરેને સાથે રાખ્યા હતા અને ઝડપ શિિટગં કેમ થઈ શકે તેની ચર્ચા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application