જૂનાગઢ પોલીસ દ્વારા નો ડ્રગ ઝુંબેશ લારી, ગલ્લા, ચાની કિટલીનું ચેકિંગ

  • August 08, 2023 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં નો ડ્રગ્ઝ ઝુંબેશ અંતર્ગત પાનના ગલ્લાઓ, ચા ની કીટલીઓ ઈંડાની લારીઓ સહિતના સ્થળોએ ગઈકાલે રાત્રે પોલીસની મેગા ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જૂનાગઢના એસપી હર્ષદ મહેતા ના આદેશને પગલે જુનાગઢ ડિવિઝનના એ બી સી તથા તાલુકા સહિતના તમામ વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા તથા નિયમ ભંગ કરતા વાહન ચાલકો ને અટકાવવા પોલીસ દ્વારા સધન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના નિદર્શન હેઠળ પોલીસ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં આવેલ ચાની લારીઓ, પાનના ગલ્લાઓ, ઈંડાની લારીઓ તથા મુખ્ય માર્ગો પર બ્રેથ એનેલાઇઝર દ્વારા નશો કરેલા ઓને ઝડપવા તથા સ્પીડ ગન ના માધ્યમથી ઓવર સ્પીડ ચલાવતા વાહનો ઉપરાંત પીયુસી આરસીબુક લાયસન્સ તથા નંબર પ્લેટ વગર વાહન ચલાવતા વાહન ચાલકો સામે પણ કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે ગઈકાલે રાત્રે શહેર માં નો ડ્રગઝ ઝુંબેશ અંતર્ગત પાનના ગલ્લાઓ ,ચાની લારીઓ અને ઈંડા ની રેકડીઓ પર પોલીસે તપાસ હાથ ધરી હતી. જેને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application