જામનગરમાં રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક નજીક જડેશ્વર મંદિર પાસે મેઇન રોડ પર એક કાર બેકાબુ બનીને ડિવાઇડર પર ચડી ગઈ હતી. જીજે ૧૦ સી.એન. ૯૨૩૪ નંબરની કાર, કે જેના ચાલકની બેદરકારીને કારણે ડિવાઈડર પર ચડી ગઈ હતી, અને ત્યારબાદ ત્યાંજ થંભી ગઈ હતી. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈને જાનહાની થઈ ન હતી, અને લોકોના ટોળા એકત્ર થયા હતા.
સ્થાનિક લોકોની મદદથી કારને ડિવાઇડર ઉપરથી નીચે ઉતારી લેવામાં આવી હતી. સ્થાનિકોના જણાવાયા અનુસાર ઉપરોક્ત કાર કોઈ મહિલા ડ્રાઇવ કરતી હોવાનું જણાવાયું હતું. પોલીસને આ બનાવની જાણ થતાં સિટી એ. ડિવિઝનની પોલીસ ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech