જામનગર નજીક હાઇવે પર ઓટો રિક્ષામાં જોખમી ઓવરલોડ મુસાફરી

  • May 30, 2025 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા કરાતી તપાસ

જામનગરના રાજકોટ હાઈવે રોડ અને ખંભાળિયા હાઇવે રોડ પર સ્ટંટબાજ બાઈક સવારના અવારનવાર વિડીયો વાયરલ થતા રહે છે, પરંતુ ગઈકાલે એક રિક્ષાચાલકનો ઓવરલોડ મુસાફરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, અને આ જોખમી મુસાફરી નો વિડીઓ ખૂબ જ ચર્ચા નો વિષય બન્યો છે.

જામનગરના બાયપાસ રોડ ઉપર કનસુમરા ગામના પાટીયા પાસેથી ગઈકાલે સાંજે એક પેસેન્જર ભરેલી ઓટો રીક્ષા કે જેમાં આગળ અને પાછળની સીટમાં ખીચો ખીચ મુસાફરો ભરેલા હતા, ત્યારબાદ રીક્ષા ચાલકની મુસાફરોના ભાડાની ભૂખ સંતોષાય ન હોય તે રીતે રીક્ષાની ખુલ્લી છત પર પાટીયું લગાવીને તેમાં પણ બે મુસાફરોને બેસાડી દેવામાં આવ્યા હતા.

આ ઓવરલોડ રીક્ષા ગઈકાલે કનસુમરા ગામના પાટિયા પાસેથી પસાર થઈ હતી. ઉપરોક્ત હાઇવે રોડ પર અનેક ભારે વાહનોની અવર જવર હોય છે, ત્યારે આવા જોખમી મુસાફરીના રીક્ષા ચાલક ના આંટા ફેરા ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે. બેફામ ગતી એ દોડતા રીક્ષા ચાલકો આ રીતે ઓવરલોડ મુસાફરોને લઈને જોખમી સવારી કરતા હોય છે, તેવા રીક્ષા ચાલકોને પોલીસ તંત્ર એ તાત્કાલિક અસરથી શોધી કાઢી તેમની સામે દંડનાત્મક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application