ગાંધીનગરના ચિલોડા ખાતે બસમાં રૂ. 2.38 કરોડના ગાંજા સાથે મુંબઈના દંપતિની ધરપકડ કરવામાં આવી છે. આ હાઈ બ્રીડ ગાંજા મુદ્દે ગાંધીનગર ASP આયુષ જૈને પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી.
ચિલોડા પોલીસ સ્ટેશન દ્વારા અમદાવાદ હિંમતનગર હાઈ વે પર એક બસનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં લક્ઝરી બસમાં પાછળ બેઠેલ એક દંપતિની બેગમાંથી કિંમત રુપિયા 2.38 કરોડનો હાઈ બ્રીડ ગાંજો મળી આવ્યો હતો. આ કેસમાં મુંબઈના બે આરોપીઓ રાશિદ મહેમૂદ શેખ અને સબા રાશિદ શેખની ધરપકડ કરવામાં આવી છે. અને જાણવા મળ્યું છે કે આ હાઈ બ્રીડ ગાંજો બેંગ્લુરુમાં ડિલિવરી કરવાના હતા.
પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં આ માદક પદાર્થ હાઇબ્રીડ ગાંજો હોવાનું જણાયું હતું. હાઇબ્રીડ ગાંજોનું ફુલ વજન 7.910 કિલોગ્રામ કિ.રૂ. 2,37,30,000/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.10,000/- તથા રોકડ રકમ રૂપીયા 430/- તથા ઇન્ડીગો ફલાઇટની બે ટીકીટ તથા બન્નેના આધારકાર્ડ મળી કુલ રુપિયા 2,37,40,430/- ની કિંમતના મુદામાલ સાથે બન્નેને પકડી પાડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech