સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની 15 સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસ પોર્ટલ મારફત એડમિશન આપવાની પ્રક્રિયામાં આ વખતે પણ અનેક પ્રયાસો પછી પણ હજારોની સંખ્યામાં બેઠકો અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં ખાલી રહી હોવાની વિગતો બહાર આવી રહી છે, રજીસ્ટ્રેશન, વેરિફિકેશન જેવા અલગ અલગ તબક્કાઓ પૂરા કર્યા પછી જીકાસ દ્વારા ગઈકાલે દરેક કોલેજનું સંપૂર્ણ સીટ એલોટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આ પરિસ્થિતિ પછી 11 યુનિવર્સિટીની કેટલી કોલેજોમાં કેટલી બેઠકો ભરવામાં આવી છે અને કેટલી બેઠકો ખાલી છે તેની કોઈ સત્તાવાર આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી નથી.
કોઈ ધાર્યા પરિણામો મળ્યા હોય તેવું લાગતું નથી
ગયા વર્ષે એડમિશનને લગતી સમગ્ર પ્રક્રિયા જીકાસ પોર્ટલ મારફત ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરથી કરવામાં આવતી હતી. આ સિસ્ટમના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા પછી સમાજના વિવિધ વર્ગોમાંથી સૂચનો મેળવીને આ વર્ષે નવા શૈક્ષણિક સત્રમાં એડમિશન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શિક્ષણ વિભાગ હસ્તક ગાંધીનગર ખાતે રાખવામાં આવી છે અને એડમિશન આપવાની સત્તા સ્થાનિક કક્ષાએ કોલેજો તથા યુનિવર્સિટીઓને આપવામાં આવી છે. જોકે આમ છતાં તેના કોઈ ધાર્યા પરિણામો મળ્યા હોય તેવું લાગતું નથી.
કોલેજના મેરીટ આધારે જે કટઓફ જાહેર કરવું જોઈએ
ગુજરાતની કુલ 15 સરકારી યુનિવર્સિટીઓમાં ચાર લાખ જેટલી અંડર ગ્રેજ્યુએટની બેઠકો છે. આમાંથી જેમણે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમને ગઈકાલે પોતાને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે તેની વિગતો જાહેર કરવાની હતી. જોકે શિક્ષણ વિભાગના સૂત્રો જણાવે છે કે ખાનગી કોલેજના સંચાલકોએ તો બે દિવસ પહેલા આવી વિગતો જાહેર કરી દીધી હતી. જોકે અનેક કોલેજો એવી પણ છે કે જેમણે પોતાની કોલેજના મેરીટ આધારે જે કટઓફ જાહેર કરવું જોઈએ તે હજુ કર્યું નથી અને તેના કારણે મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેવા પામી છે.
વિદ્યાર્થીઓનો મોટો પ્રવાહ આ વખતે પણ ખાનગી યુનિવર્સિટીઓ તરફ વળ્યો
સરકારી યુનિવર્સિટી લગ્ન કોલેજોના સંચાલકો એવી પણ ફરિયાદ કરે છે કે જીકાસ પોર્ટલ મારફત જો એડમિશન લેવું હોય તો વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા ચારથી પાંચ ધકકા થાય છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીઓમાં માત્ર ડિજિટલ ડોક્યુમેન્ટ પર એડમિશન આપવામાં આવે છે અને તેના કારણે પણ વિદ્યાર્થીઓનો મોટો પ્રવાહ આ વખતે પણ ખાનગી યુનિવર્સિટીઓ તરફ વળી ગયો છે.
ધારણા મુજબનો પ્રતિસાદ મળી રહ્યો નથી
અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં ખાલી અને ભરાયેલી બેઠકોની સ્થિતિ બાબતે હજુ કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી ત્યાં બીજી તરફ ગઈકાલથી જીકાસ પોર્ટલ પર પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં એડમિશન માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અંડર ગ્રેજ્યુએટના ફાઇનલ સેમેસ્ટરના અનેક ફેકલ્ટીઓના રીઝલ્ટ હજુ જાહેર થયા નથી ત્યાં પીજીમાં એડમિશન શરૂ કરી દેવાતા તેને પણ ધારણા મુજબનો પ્રતિસાદ મળી રહ્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ નગરપાલિકા દ્વારા ઘોર બેદરકારી સામે આવી
May 31, 2025 05:10 PM1 જૂનથી આ ફોનમાં WhatsApp થઇ જશે બંધ
May 31, 2025 04:43 PMભારત જ નહીં, પરંતુ રણનીતિ પણ બદલાઈ છે. CDS અનિલ ચૌહાણે આપ્યું આ નિવેદન
May 31, 2025 04:37 PMરૂ. 2.38 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે મુંબઈના દંપતીની ધરપકડ
May 31, 2025 04:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech