BREAKING NEWS

રાજકોટના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફેરફાર; મહિનાના ચોથા બુધવારે યોજાશે

  • July 11, 2026 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકોની ફરિયાદના નિવારણ માટે યોજાતા જિલ્લ ા સ્વાગત અને તાલુકા સ્વાગત કાર્યક્રમના આયોજનોના નક્કી કરાયેલા દિવસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લ ા સ્વાગત મહિનાના ચોથા બુધવારે અને તાલુકા સ્વાગત કાર્યક્રમ મહિનાના ચોથા મંગળવારે યોજાશે.નાગરિકોની ફરિયાદ નિવારણ માટે યોજાતા સ્વાગત કાર્યક્રમના સમયપત્રકમાં ફેરફાર કરવામાં
આવ્યો છે.જીલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયા અનુસાર, રાયસ્તરેથી આવેલી સુચના મુજબ ચાલુ માસનો જિલ્લ ા સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૨ જુલાઈ ને બુધવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે યોજાશે. જયારે તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૧ જુલાઈને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને દર માસના ચોથા ગુવારે રાય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જિલ્લા કક્ષાએ નાગરિકોની રજુઆતોનું અસરકારક નિવારણ આવી શકે તે માટે હવેથી જિલ્લ ા સ્વાગત કાર્યક્રમ મહિનાના ચોથા ગુવારના બદલે બુધવારે તેમજ તાલુકા સ્વાગત કાર્યક્રમ મંગળવારે યોજાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application