હર્ષાલી મલ્હોત્રાની ઊંચાઈ જોઈ નવાઝુદ્દીન સિદ્દીકી સ્તબ્ધ
ચાંદ નવાબ 9 વર્ષ પછી બજરંગી ભાઈજાનની મુન્નીને મળ્યા ત્યારે હર્ષાલી મલ્હોત્રાની ઊંચાઈ જોઈ નવાઝુદ્દીન સિદ્દીકી પણ આશ્ચર્ય ચકિત બની ગયા હતા. સલમાન ખાનની બજરંગી ભાઈજાનમાં પાકિસ્તાની રિપોર્ટર ચાંદ નવાબની ભૂમિકા ભજવનાર અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રાને મળ્યો હતો, જેનો વીડિયો સામે આવ્યો છે.જેમાં તે એટલી લાંબી થઈ ગયી છે કે નવાઝુદ્દીન સિદ્દીકી તેને ઓળખી શક્ય ન હતા.
સલમાન ખાનની સુપરહિટ ફિલ્મોમાંની એક બજરંગી ભાઈજાન આજે પણ દર્શકોની ફેવરિટ છે. વર્ષ 2015માં કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ભાઈજાન ઉપરાંત કરીના કપૂર ખાન, ઓમ પુરી, નવાઝુદ્દીન સિદ્દીકી અને હર્ષાલી મલ્હોત્રા મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. વાર્તા એક પાકિસ્તાની છોકરી મુન્ની (હર્ષાલી મલ્હોત્રા) વિશે હતી જે સાંભળી શકતી નથી અને બોલી શકતી નથી.તે ભારતમાં ખોવાઈ જાય છે અને ભગવાન હનુમાન ભક્ત બજરંગીને મળે છે, જે તેને પાકિસ્તાન લઈ જવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને પડોશી દેશમાં અટવાઈ જાય છે. જ્યાં તે ચાંદ નવાબ (નવાઝુદ્દીન સિદ્દીકી)ને મળે છે અને તે તેની મદદ કરે છે. આ ફિલ્મને 9 વર્ષ વીતી ગયા છે અને કલાકારોનો દેખાવ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.આ બધામાં સૌથી મોટો ફેરફાર હર્ષાલી મલ્હોત્રામાં આવ્યો છે, જે હવે 16 વર્ષની છે. માત્ર ચાહકો જ નહીં પરંતુ જ્યારે અભિનેત્રી નવાઝુદ્દીન સિદ્દીકીને મળી તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. વાયરલ વીડિયો એક ઇવેન્ટનો છે, જેમાં હર્ષાલી મલ્હોત્રા નવાઝુદ્દીનને મળવા માટે તેની પાછળ ઉભી છે અને અભિનેતા તેને જોતા જ આશ્ચર્યમાં ઉભો છે અને કહેતો જોવા મળે છે કે તે ઊંચાઈમાં કેટલી ઉંચી થઈ ગઈ છે.તેના લુકની વાત કરીએ તો હર્ષાલી મલ્હોત્રા લાલ રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે. નવાઝુદ્દીન સફેદ ટી-શર્ટ અને બ્લુ જેકેટમાં દેખાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જૂનથી ઓગસ્ટ દરમિયાન કરી શકાશે અરજી
April 26, 2025 11:03 PMતાલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો શુભારંભ, પ્રથમ દિવસે 1200 રૂપિયા સુધી ભાવ બોલાયા
April 26, 2025 11:02 PMજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech