બગસરા પાલિકાએ વેરા વધારો કરવા માટેની મંજૂરી મળતા સામાજિક સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સે તા.૩૧મીએ શહેર બંધનુ એલાન આપ્યુ છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડ દ્રારા તમામ પ્રકારની હરાજી. જેમાં શાકભાજી અનાજ કઠોળ સહિત ની હરાજી ૩૧મી એ બધં રાખી અને આ હડતાલને ટેકો જાહેર કરેલ છે તેમજ નવનિયુકત વેપારી મહામંડળ દ્રારા આ નગરપાલિકાના વેરો વધારવા બાબતે લઈને સખત વિરોધ વ્યકત કરી તેણે પણ ટેકો જાહેર કરેલ છે આ ઉપરાંત કાપડ એસોસિયેશન દ્રારા ટેકો જાહેર કરેલ છે જો કે મામુલી વેરો વધારવો પડે તેવી સ્થિતિ હોવાનુ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. બગસરામાં જુદા–જુદા વેરા નાખવામાં આવતા દર વર્ષે .૭૦૦નો વેરાબોજ શહેરીજનોને પડતો હોવાથી આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સે વેરા વધારાના વિરોધમાં તા.૩૧મીએ બગસરા બંધનું એલાન આપ્યુ છે. આ અંગે ધારાસભ્ય જે.વી.કાકડીયાએ જણાવ્યું હતુ કે શહેરના વિકાસ માટે અને કર્મચારીઓના પગાર નિયમિત થાય તે માટે વેરો વધારવો જરી છે.તો પાલિકા પ્રમુખ જયોત્સનાબેન રીબડીયાએ જણાવ્યું હતું કે ભુગર્ભ ગટરનું મેઈનટનન્સ દર વર્ષે .૧ કરોડ છે. ઘરદીઠ પાણી કનેકશન .રપ૦૦ જેટલુ થાય છે તેની સામે માત્ર પાણી વેરો .૯૦૦ કરાયો છે. સ્ટ્રીટલાઈટનો વેરો માત્ર .પ૦ કરવામાં આવ્યો છે. જયારે સફાઈના .૧૦૦ કરવામાં આવ્યા છે. શહેરીજનોને એકાંતરા બે કલાક કરતા વધારે સમય પાણી વિતરણ કરવામાં આવે છે. આ તમામ ખર્ચાઓને ધ્યાને લઈ ૧૦ વર્ષ બાદ પાણી વેરો વધારવામાં આવ્યો છે ત્યારે શહેરીજનોને તમામ અફવાઓથી દુર રહેવા અને વિકાસના કામમાં સહાકાર આપવા પાલિકા પ્રમુખે અંતમાં અનુરોધ કર્યેા હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડીયલ દ્રારા અનેક રજૂઆતો કરવા છતાં બગસરા પાલિકાના વહીવટદારો દ્રારા પ્રજા ઉપર અસહ્ય વેરો વધારો કરતો ઠરાવ પસાર કરેલ જે પ્રજાને કમરતોડી નાખતો વધારો હોઈ જેના અનુસંધાને આ આંદોલન કરવાની ફરજ પડી છે આ ઉપરાંત નિયમ અનુસાર અમુક સમયે ૧૦% થી વધુ વેરો પ્રજા પાસેથી વસૂલી ન શકે તે વેરો તો અગાઉ શ કરેલ છે છતાં આ કમર તોડ વેરો પ્રજાની કમર ભાંગી નાખે તેવો છે થોડા સમય પહેલા વેરા વધારવા બાબતે બગસરા એ બધં પાળીયુ હતું જેમાં ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા જો એક દિવસના બંધને જોઈ કોઈ વહીવટદારો દ્રારા વેરો વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આવતા આગામી દિવસોમાં શહેર ના રહીશો દ્રારા ગાંધીજી ચિંધ્યા માર્ગે આગળનું આંદોલન કરવામાં આવશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી નિલેશ દેસાણી..બંધનું એલાન કરવામાં આવેલ છે તેમજ આ બાબતે ગુજરાત રાજય સરકારના મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરવામાં પણ આવેલ છે જયારે આ બધં માં ચેમ્બર તેમજ કિરાણા એસોસિયેશન દ્રારા શહેરના લોકોને અનુરોધ કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech