રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધોબી કામનો છેલ્લા 10 વર્ષથી ઈજારો એકમાત્ર સાહસ સોલ્યુસન કંપનીના નામે ચાલી રહ્યો છે. બેડસીટ, ઓટી ડ્રેસ, ધાબળા,ચાદર સહિતના કપડા બરાબર ધોઈને આપે કે નહીં પરંતુ કોન્ટ્રાકટ સરકારમાંથી સાહસ સોલ્યુસન નામે જ નક્કી થાય છે, છેલ્લા કેટલાક સમયથી સાહસ સોલ્યુસનના ઇન્ટરનલ (ઘરેલુ) વાંધાઓના કારણે હોસ્પિટલ તંત્રને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી વોર્ડ, ઓટીમાંથી મોકલવામાં આવેલી બેડશીટ, ચાદર, ઓટી ડ્રેસ સહિતના કપડાઓ પરત ન કરતા ઓર્થોપેડિક, સર્જરી, પ્લાસ્ટિક વિભાગ, ગાયનેક અને પીડિયાટ્રિક સહિતના વિભાગોમાં ઓપરેશન પોસ્ટપોર્ન કરવા પડ્યા હતા જેના કારણે દર્દીઓને પણ મુશ્કેલીઓમાં મુકાવવું પડ્યું હતું.
તો વોર્ડમાં બેડસીટ અને ચાદરો ઘટી પડતા નર્સીંગ સ્ટાફ અને દર્દીઓ વચ્ચે પણ રક્ઝક થયાનું સામે આવ્યું છે. આવું એક વખત નહીં અનેક વખત સાહસ સોલ્યુસન નામની ધોબીકામ કરતી કંપની દ્વારા થતા હોસ્પિટલ તંત્રએ સ્ટાફ મારફતે ચાદરો અને બેડસીટ સહિતના જરૂરી કપડા ધોવડાવવાની ફરજ પડી છે. કોન્ટ્રાકટ કંપનીના વાંકે આવું અવાર નવાર થતા હોસ્પિટલના જવબદારો દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે પરંતુ સાહસ કંપનીની પહોંચ ગાંધીનગરમાં મંત્રીઓ અને અધિકારીઓ સુધી હોવાથી હોસ્પિટલ તંત્ર હાડમારી ભોગવી ને પણ કાંઈ ઉકાળી શકતું નથી. આથી સાહસ સોલ્યુસન અને તેના સંચાલકો પુરેપુરી મનમાની ચલાવી રહ્યા છે. ત્યારે આ મામલે હવે સરકાર સાહસ નું સોલ્યુસન લાવે એ હોસ્પિટલ તંત્ર અને દર્દીઓના હિતમાં જરૂરી છે.
દર વર્ષે એક કરોડથી વધુ વધુનું ચુકવાતું બીલ
સિવિલમાં ચાલતા સાહસ સોલ્યુસન કંપનીના ધોબી કામના કોન્ટ્રાકટનું દર મહિને 10 લાખથી વધુનું બિલ સરકારની ગ્રાન્ટમાંથી ચુકવવામાં આવી રહ્યું છે. એટલે વર્ષે એકાદ કરોડથી વધુ સરકાર સિવિલ હોસ્પિટલ મારફતે ધોબીને ચૂકવે છે જે કંપની વર્ષે સરકારમાંથી કરોડો રૂપિયા કમાઈ રહી છે. એ સાહસ સોલ્યુસન દ્વારા સરકારી ગ્રાન્ટ વહેલા મોડી થાય તો જો હુકમી સાથે હોસ્પિટલમાંથી કપડા લેવા આવવાનું કેટલાક દિવસ સુધી બંધ કરી દઈ રીતસર તંત્ર અને સરકારનું નાક દબાવવા પ્રયાસ કરવામાં આવે છે ત્યારે હવે પોતાના અંગત ઘરેલુ વાંધાઓના કારણે હોસ્પિટલ અને દર્દીઓને વારંવાર મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે સરકાર એજન્સીનું નાક દબાવશે કે કેમ એ પણ હવે જોવું રહ્યું
વર્ષ 2014થી એક્સ્ટેન્શન આપી કોન્ટ્રાકટ ચલાવાતો રહ્યો
આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચાર અને કમિશનની કટકી એ હવે હવે કોઈ છુપી વાત નથી, સિવિલમાં સાહસ સોલ્યુસનનો કોન્ટ્રાકટ વર્ષ 2014માં તત્કાલીન સુપ્રિટેન્ડેન્ટ ડો. મનીષ મહેતા વખતે જ પૂરો થઇ ગયો હતો પરંતુ જ્યાં સુધી બીજું ટેન્ડર ન થાય ત્યાં સુધી આ જ કંપનીને કોન્ટ્રાકટ ચાલુ રાખવો એવું નક્કી કરી સતત એક્સટેન્સન આપવામાં આવી રહ્યું હતું જે આજ સુધી ચાલ્યું આવ્યું છે. તાજેતરમાં જ નવા સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાએ એક્સ્ટેન્શન આપવાનું બંધ કરી સરકારના નિયમ મુજબ નવું ટેન્ડર બહાર પાડ્યું હતું પરંતુ તેમાં પણ બે એજન્સી વચ્ચે એકબીજા સામે આક્ષેપો-પ્રતિઆક્ષેપો થતા ટેન્ડર રદ કરવાની ફરજ પડી હતી અને ફરીથી નવું ટેન્ડર પ્રસિધ્ધ કરવા માટેની કાર્યવાહી કરી છે.
ગંદી ચાદરો- બેડસીટની વોર્ડે વોર્ડ ફરિયાદો
સાહસ સોલ્યુસન નામની કંપની ધોબી કામ કરતી કંપની દ્વારા હોસ્પિટલમાં બેડશીટ, ધાબળા, ડોક્ટર્સ ડ્રેસ જેવા કપડાને દરરોજ લઇ જઈ તેને સારી રીતે ધોઈ, ઈસ્ત્રી કરી બીજા દિવસે પરત કરવાનું મુખ્ય કામ છે, હોસ્પિટલમાં અનેક પ્રકારની બીમારી સાથે દર્દીઓ આવતા હોય છે અને જે બેડમાં સુતા હોય ત્યારે બેડસીટ, ચાદરમાં ઇન્ફેક્શન ફેલાતું હોય છે. આ ગંભીર બાબત હોવા છતાં રોજે લઈ જવાતી ચાદર, બેડસીટ, ઓટી ડ્રેસ, યોગ્ય રીતે ચોક્કસ કેમિકલમાં ધોલાઈ કરી પરત આપવાને બદલે ગંદી હાલતમા પરત કરી દેવાય છે. આ બાબતે હોસ્પિટલના વોર્ડે વૉર્ડમાં નર્સિંગ કર્મચારીઓ દ્વારા લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech