કલકત્તાની આરજી કાર મેડિકલ કોલેજમાં બુધવારે મધરાતે કેટલાક લોકો હોસ્પિટલના પરિસરમાં ઘૂસી ગયા હતા અને ઈમરજન્સી વિભાગમાં તોડફોડ કરી હતી. આરોગ્ય મંત્રાલયે હોસ્પિટલમાં તોડફોડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે સરકાર ડોકટરોની સુરક્ષાને લઈને એક્શન મોડમાં આવી ચૂકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, જો ડોક્ટરો પર હુમલો અથવા હિંસા થાય છે તો સંસ્થાઓએ 6 કલાકની અંદર સંબંધિત કેસ વિરુદ્ધ એફઆઈઆર નોંધવી પડશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો ડોક્ટરો પર હુમલો થશે તો 6 કલાકમાં એફઆઈઆર નોંધવામાં આવશે. આરોગ્ય મંત્રાલયે તમામ આરોગ્ય સંસ્થાઓને મેમો મોકલ્યો છે.
બુધવારે રાત્રે આરજી કાર હોસ્પિટલ પાસે ટોળાએ પોલીસ બેરિકેડ તોડીને પરિસરમાં પ્રવેશ કર્યો હતો. કેટલાક લોકોએ ખુરશીઓ અને બોર્ડ તોડી નાખ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે મોટી સંખ્યામાં મહિલાઓ કોલકાતાના રસ્તાઓ પર જુનિયર ડોક્ટર માટે ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહી હતી.
આજે કલકત્તા હાઈકોર્ટે પણ આરજી કાર હોસ્પિટલમાં તોડફોડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે રાજ્યનું તંત્ર આ ઘટનાને સંભાળવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. તે જ સમયે, કોર્ટે સલાહ આપી છે કે હોસ્પિટલ બંધ કરી દેવામાં આવે અને હોસ્પિટલમાં હાજર દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે વધુ સારું રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech