સુદાનમાં બંને પક્ષકારોની સહમતીથી 7 દિવસ માટે યુધ્ધવિરામ

  • May 03, 2023 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળ આરએસએફ વચ્ચે સાત દિવસના યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવવામાં આવી છે. યુદ્ધવિરામ 4મે થી અમલમાં આવશે અને 11 મે સુધી ચાલશે. આ જાહેરાત સુદાનમાં ફસાયેલા વિદેશી નાગરિકોની બચાવ કામગીરીને વેગ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે સુદાનમાં સત્તા પર કબજો કરવા માટે સેના અને અર્ધસૈનિક દળ વચ્ચે લડાઈ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધી લગભગ 400 લોકો માર્યા ગયા છે.



સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધે અત્યાર સુધીમાં એક લાખ લોકોને પોતાનું ઘર છોડીને સરહદ પાર પલાયન કરવાની ફરજ પડી છે. યુદ્ધવિરામના ઉલ્લંઘનમાં રાજધાની ખાર્તુમમાં તોપમારો અને બોમ્બ ધડાકા વચ્ચે યુએનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ત્રણ અઠવાડિયાથી ચાલતું ગૃહયુદ્ધ માનવતાવાદી સંકટમાં ફેરવાઈ રહ્યું છે. સુદાનના ગરીબ પાડોશી દેશો શરણાર્થી સંકટનો સામનો કરી રહ્યા છે. ગૃહ યુદ્ધે સુદાનમાં સહાયની અવરોધી છે, જ્યાં બે તૃતીયાંશ વસ્તી પહેલેથી જ બહારની સહાય પર નિર્ભર હતી. સંયુક્ત રાષ્ટ્ર વર્લ્ડ ફૂડ પ્રોગ્રામમાં પૂર્વ આફ્રિકાના નિર્દેશક માઈકલ ડનફોર્ડે કહ્યું કે  જોખમ એ છે કે આ માત્ર સુદાનની કટોકટી નથી, તે હવે પ્રાદેશિક સંકટ બનવા જઈ રહ્યું છે. 



સુદાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતે હિંસાગ્રસ્ત રાજધાની ખાર્તુમથી પોર્ટ સુદાનમાં અસ્થાયી રૂપે તેના દૂતાવાસને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ખાર્તુમ શહેર પર થયેલા હુમલા અને સુદાનમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને દૂતાવાસને અસ્થાયી રૂપે ખાર્તુમથી પોર્ટ સુદાનમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application