BREAKING NEWS

જસદણમાં દેશી દારૂના ધંધાર્થીઓનો પોલીસ પર હુમલાનો મામલો : બે ગુના નોંધાયા

  • April 15, 2026 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જસદણમાં વાડીએ દેશી દાની રેડ પાડવા ગયેલી પોલીસ ટીમ પર દેશી દાના ધંધાર્થીઓએ  હુમલાનો મામલો કરી નાસી જવાનો પ્રયાસ કર્યેા હતો. પોલીસે ચાર શખસોને ઝડપી લઇ તેની સામે ફરજમાં કાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ આરોપીઓના પરિચિત ત્રણ શખસો પોલીસ સ્ટેશનને નશાની હાલતમાં આવી પોલીસ સ્ટેશનને ધમાલ મચાવી હતી. જેથી આ ત્રણ શખસો વિદ્ધ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જસદણ પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવનાર હરીશભાઈ વેસતાભાઈ ચૌધરી દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણમાં પોલારપર રોડ પર હત્પડકો ટાંકા પાસે રહેતા અશ્વિન ઉર્ફે હસુ બીજલભાઇ સોલંકી(ઉ.વ ૨૮),આદમજી રોડ પર રહેતા કિશોર જીવાભાઇ રેણુકા (ઉ.વ ૬૫),હસમુખ ઝીણાભાઈ રેણુકા (ઉ.વ ૬૮) અને દિનેશ કિશોરભાઈ રેણુકા(ઉ.વ ૩૬) ના નામ આપ્યા છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે તથા હેડ કોન્સ્ટેબલ પ્રણયભાઈ,કોન્સ્ટેબલ રાહત્પલભાઈ દા જુગારની ડ્રાઇવ અંગે પેટ્રોલિંગમાં હતા દરમિયાન રાહત્પલભાઈને બાતમીમળી હતી કે, જસદણ પોલારપર રોડ પર હત્પડકો પાણીના ટાંકા પાસે રહેતો અશ્વિન તથા કિશોર હસમુખ અને દિનેશ કિશોરભાઈની વાડીએ દેશી દાનું વેચાણ કરે છે.જેથી અહીં દરોડો પાડતા અહીં સફેદ કલરનો પ્લાસ્ટિકનો કેરબો પડો હતો જેમાં દેશી દા જોવા મળ્યો હતો. જેથી ચારેય આરોપીઓની સામે કાર્યવાહી કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવા નીકળતા ચારે આરોપીઓએ ફરજમાં કાવટ કરી અશ્વિનને કેરબા સાથે ભગાડવા લાગેલ અને પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.જેથી અન્ય પોલીસને મદદ માટે બોલાવવા ફરિયાદીએ ખિસ્સામાંથી ફોન કાઢતા આરોપીઓએ ફોન આંચકવાનો પ્રયાસ કર્યેા હતો. બાદમાં તેમણે જેમ તેમ કરી પોલીસ સ્ટેશન ફોન કર્યેા હતો. ત્યારબાદ વધારાનો સ્ટાફ અહીં આવતા ચારે શખસોએ ભાગી જવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે બળ પ્રયોગ કરી તેમને ઝડપી લઇ પોલીસ સ્ટેશન લાવી આ ફરિયાદ આપતા આરોપીઓ સામે ફરજમાં કાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
યારે બીજી તરફ આરોપીને પોલીસ સ્ટેશન લાવતા આરોપીઓના સગા–વ્હાલા ત્રણ શખસો કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જસદણ પોલીસ સ્ટેશન ખાતે આવી જોર–જોરથી બુમબરાડા પાડી બોલવા લાગેલ કે આ લોકોને તમો કેમ અહીં લાવેલ છો ? તેમ કહી બધા પોલીસને જોઇ લેશુ, તેમજ પોલીસને ખોટા કેશ કરી ખોટા ગુન્હામાં ફીટ કરી હેરાન કરી કોર્ટમાં ખોટા કેશો કરીશું.
ભલે પાંચ લાખ પિયા બગાડવા પડે તેમ ધમકીઓ આપવા લાગી કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી ધમકીઓ આપવા લાગેલ હતાં. જેથી તે ત્રણેયને કોર્ડન કરી  નામ પુછ લતા પોતે પોતાનુ નામ નિર્મળ ગૌતમ હિરપરા (ઉ.વ.૩૫, રહે–જસદણ જુના કોઠીના માર્ગે), સંજય હસમુખ રેણકા  (ઉ.વ.૪૨, રહે–રાજકોટ માતીનગર–૧, એરપોર્ટ ફાટક) અને ત્રીજા શખ્સે પોતાનુ નામ પ્રશાંત બળવતં રેણુકા (ઉ.વ.૩૦ ધંધો, શીક્ષક રહે જસદણ આદમજી રોડ શેરી નં–૬૩)  હોવાનુ જણાવેલ હતું.
પોલીસે ત્રણેય શખસો સામે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જસદણ પોલીસ સ્ટેશન ખાતે આવી સરકારી કર્મચારીઓની ફરજમાં કાવટ કરતાં..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News