BREAKING NEWS

જૂનાગઢમાં રોકાણ માટે આપેલા ૩૪ લાખની ઉઘરાણી કરતા એજન્ટ પર ભાગીદારનો હુમલાનો મામલો

  • May 08, 2026 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટોએ ભાગીદારીમાં અનાજની ખરીદી કરી હતી.એજન્ટે .૪૪ લાખનું રોકાણ કયુ હતું.જેમાંથી વેપારીએ ૧૦ લાખ આપ્યા હતા અને બાકીની રકમની ઉઘરાણી કરતા કમિશન એજન્ટને માર મારી જ્ઞાતિ પ્રત્યે હઙઘૂત કર્યા અંગે એ ડિવિઝનમાં વેપારી વિદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે પ્રા વિગત મુજબ જૂનાગઢ દુર્વેશ નગરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટનો વ્યવસાય કરતા ચંદુભાઈ લાલજીભાઈ સાગઠીયા (ઉ.વ.૫૯) ને માર્કેટિંગ યાર્ડમાં જારીયા ટ્રેડિંગ અનાજ કમિશનનું વેચાણ કરતા અમીરભાઈ હસનભાઈ જારીયા સાથે વર્ષ ૨૦૧૩ માં ઓળખાણ થયેલ હતી ત્યારબાદ અમીરભાઇએ ચંદુભાઈને ભાગીદારીમાં હરાજીથી અનાજની ખરીદી કરવા જણાવ્યું હતું અને જે નફો થાય તેના પચાસ–પચાસ ટકા ભાગે મળી જશે તેમ જણાવી વિશ્વાસમાં લીધા હતા. જેથી ચંદુભાઈએ ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન કટકે કટકે કુલ .૪૪ લાખનું રોકાણ કરેલ હતું જે પૈકી તેઓને .૧૦ લાખ પરત આપ્યા હતા ત્યારબાદ બાકી લેણી નીકળતી રકમ અંગે અમીરભાઈ પાસે અવારનવાર ઉઘરાણી કરી પરંતુ માત્ર વાયદાઓ જ મળ્યા હતા.બુધવારે સવારે ચંદુભાઈ માર્કેટિંગ યાર્ડમાં અમીરભાઈની દુકાને જતા હતા તે સમયે રામદેવપરા રોડ પર જ રસ્તામાં જ અમીરભાઈ સામે મળી ગયા હતા અને બાકીની ૩૪ લાખની રકમની ઉઘરાણી કરતા અમીરભાઇ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો ભાંડી 'મારી વગ ઉપર સુધી છે તાં કાંઈ નહીં આવે' હવે મારે તને પિયા આપવાના નથી તેમ કહી ઢીકા પાટુનો માર અને આંગળીમાં છરી મારી ઈજાગ્રસ્ત કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જેથી એ ડિવિઝનમાં કમિશન એજન્ટ વિદ્ધ .૩૪ લાખ ચાઉ કરી ગયા તથા જ્ઞાતિ પ્રત્યે હડધુત માર મારી ઇજાગ્રસ્ત કર્યાના બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે એટ્રોસિટી એકટ સહિતની કલમો અન્વયે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application