જામજોધપુર નજીક ખાનગી કંપનીના કર્મચારીની ગાડી રોકી : ડ્રાઇવરને ધમકી

  • February 16, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડ્રાઇવરની સાથે ઝપાઝપી કરી : ભડાનેશના શખ્સ સહિત આઠ સામે ફરીયાદ

જામજોધપુરના ભડાનેશથી આગળ સીમ વિસ્તારમાં ખાનગી કંપનીના કર્મચારી કાયદેસરની જમીન ટેસ્ટીંગના કામે હોય દરમ્યાન ૭ થી ૮ જેટલા શખ્સો છકડો રીક્ષામાં આવી કર્મચારીઓની ગાડીઓ રોકીને ડ્રાઇવરની સાથે ઝપાઝપી કરી અપશબ્દો બોલી ધમકીઓ દીધી હતી જે અંગે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
મુળ પસાયા બેરાજાના હાલ ઇવાપાર્ક-૧ ખાતે રહેતા રિલાયન્સમાં નોકરી કરતા ધીરજલાલ નાનજીભાઇ સોરઠીયા (ઉ.વ.૫૨)એ ગઇકાલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભડાનેશના બાલુ દેવા રબારી અને તેની સાથેના ૭ થી ૮ શખ્સો વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૧૪૩, ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ફરીયાદ નોંધાવી છે.
ગઇકાલે બપોરના ચાર સાડાસચારના સુમારે ભડાનેશનથી આગળના વિસ્તાર ડામર રોડ પાસે ફરીયાદી ધીરજલાલ કાયદેસરના જમીન ટેસ્ટીંગના કામમાં હતા ત્યારે આરોપીઓ ગેરકાયદે મંડળી રચી છકડો રીક્ષામાં આવીને ફરીયાદીની ગાડીઓ રોકી હતી અને ફરીયાદી સાથેના કર્મચારી સુરેશભાઇ ડોડીયાની ગાડીના ડ્રાઇવર રાજેન્દ્રસિંહ જાડેજાને કોલર પકડી ઝપાઝપી કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરીયાદના આધારે જામજોધપુર પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News