આજીડેમ પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન ભાવનગર હાઇવે પર આશાપુર હોટેલ નજીક દારૂ ભરેલી કાર સાથે બે શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે કારમાંથી રૂ.૧.૩૭ લાખની કિંમતનો ૫૨૦ બોટલ દારૂનો જથ્થો અને વાહન સહિત રૂ.૨.૯૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી દારૂ કોની પાસેથી લાવ્યા હતા? તે અંગે તપાસ હાથ ધરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગત મુજબ, આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.વી.ગોહિલ, એએસઆઇ રાજેશભાઇ મેર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, સફેદ કલરની અમેજ કાર નં. જીજે ૩ એલબી ૬૧૮૫ રાજકોટ સરધાર તરફથી કાળીપાટ ચોકડી તરફ આવે છે જેમાં દારૂના જથ્થાની હેરફેર થઇ રહી છે. આ બાતમીના આધારે આજીડેમ પોલીસે ભાવનગર હાઇવે પર આશાપુર હોટલ પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળી કાર પસાર થતા તેને કોર્ડન કરી રોકી અટકાવી કારમાં સવાર શખસોની પુછતાછ કરતા તેના નામ અશોક હેમંતભાઇ રાઠોડ(ઉ.વ. ૨૮ રહે. સન પાર્કની બાજુમાં ડાયમંડ પાર્ટી પ્લોટ પાસે કોઠારીયા સોલવન્ટ ) અને મેહુલ રાજેશભાઇ ચાવડા(ઉ.વ. ૨૮ રહે. યુવરાજનગર, શેરી નં.૬,આજીડેમ ચોકડી પાસે) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેને નીચે ઉતારી કારની તલાશી લેતા પાછળની સીટમાં જોતા તેમાં બોકસ પડયા હોય જેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી રૂ. ૧,૩૭,૨૮૦ ની કિંમતના દારૂના ૫૨૦ ચપલા તથા કાર અને મબાઇલ મળી કુલ રૂ.૨,૯૧,૨૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આ બંને શખસો સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી બંને દારૂ કોની પાસેથી લાવ્યા હતાં? અને કોને માલ આપવા જઇ રહ્યા હતા? તે અંગે તપાસ હાથ ધરી છે. આરોપી અશોક સામે અગાઉ શાપરમાં દારૂ અને આજીડેમ પોલીસ મથકમાં જાહેરનામા ભંગનો જયારે મેહુલ સામે ગાંધીગ્રામમાં બખેડો કરવાનો ગુનો નોંધાઇ ચૂકયો છે.
આ કામગીરીમાં એએસાઇ હારૂનભાઇ ચાનીયા,રવિભાઇ વાંક, કિશનભાઇ આહિર, હેડ કોન્સ. પિયુષભાઇ ચીરોડીયા, હરપાલસિંહ જાડેજા, સંજયભાઇ બારોટ, દેવાંગભાઇ પાલા, ભરતભાઇ જોગીયા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મહેશભાઇ કોઠીવાળ, દેવાભાઇ ધરજીયા, ગોપાલભાઇ બોળીયા, વિશ્વરાજસિંહ પરમાર અને મહિલા કોન્સ. ધારાબેન મેઘાણી સાથે રહ્યા હતાં.
કિશાનપરા સોસાયટીમાં ઓફિસમાં દારૂની
બે બોટલ સાથે સોની વેપારી ઝડપાયો
શહેરના એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે શહેરના મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે કિશાનપરા સોસાયટી શેરી નં. ૫ રેલવેના પાટા પાસે આવેલી ઓફિસમાં દરોડો પાડતા અહીં ઓફિસમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી. પોલીસે દારૂની બોટલ સાથે સોની વેપારી ધર્મેશ દવેન્દ્રભાઇ રાણપરા(ઉ.વ. ૩૬ રહે. પંચવટી સોસાયટી,દાહોદ) ને ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં આ ઓફિસ રાજુભાઇ ધોળકીયાની હોય સોની વેપારી ધર્મેશ તેનો મિત્ર હોવાથી તે છેલ્લા થોડા સમયથી ઓફિસમાં રહેતો હતો. તે વતનથી દારૂની બોટલ લાવ્યો હોવાની કબુલાત આપી હતી.