કોલકાત્તાની ઘટના પર ધરણાં પર બેસનાર મુખ્યમંત્રી આજે ગુજરાતની ઘટના પર શા માટે મૌન છે...?ઃ વશરામભાઈ રાઠોડ
થોડા દિવસ પહેલા ગુજરાતમાં નિર્ભયા કાંડ જેવી જે ઘટના ઘટી હતી, અને ઝઘડિયાની દુષ્કર્મ પિડીતા ૧૦ વર્ષની દીકરી જીંદગીની જંગ હારી ગઈ. સત્તામાં બેઠેલી ભાજપ સરકારની સંવેદનાઓ મરી પરવારી છે, ત્યારે જામનગર આમ આદમી પાર્ટી દ્વારા આજે ડિ,કે,વી સર્કલ ખાતે મૃતક દિકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે 'કેંડલમાર્ચ' કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, પ્રદેશના તથા સ્થાનિક હોદ્દેદારો તથા સ્થાનિક લોકોને ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ સાથે મળીને દીકરીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
છેલ્લા એક મહિનામાં 20થી 25 એવી ઘટનાઓ ઘટી છે, જેમાં નાની નાની બાળકીઓ સાથે બળાત્કાર અને હત્યાઓની ઘટના ઘટી હોય. કલકત્તામાં જ્યારે એક દીકરી સાથે બળાત્કારની ઘટના ઘટી હતી, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ધરણા પર બેઠા હતા, પરંતુ આજે ગુજરાતની દીકરી સાથે દર્દનાક ઘટના ઘટી અને તેની મોત થઈ ગઈ પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી મૌન બનીને બેઠા છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાનૂન વ્યવસ્થાને સંભાળવામાં સદંતર નિષ્ફળ નીવળ્યા છે. હવે આપણે આપણી દીકરીઓને આપણે જાતે બચાવવાની છે. ગુજરાતની ભાજપ સરકાર પર હવે જરા પણ વિશ્વાસ રહ્યો નથી.
આ તકે જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ, શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, પ્રદેશમંત્રી દુર્ગેશભાઈ ગડલિંગ, તપનભાઈ વ્યાસ, કાનજીભાઈ બથવાર, અનિલભાઈ દવે, પ્રમોદ સિંગ રાજપુત, મેહુલભાઈ પટેલ, ઈકબાલભાઈ રાવકુડા, નાનજીભાઈ બારૈયા, નરદેવસિંહ પરમાર, હમીદખાન પઠાણ, ઈકબાલભાઈ ખફી, રાજેશભાઈ ભાભી, મયુરભાઈ ચાવડા તેમજ ધવલભાઈ ઝાલા, બી.કે.ખડસે વગેરે કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech