લોકસભાની ચૂંટણીના ડેટા દર્શાવે છે કે અપક્ષ ઉમેદવારો પર મતદારોનો વિશ્વાસ ઘટી રહ્યો છે, ૧૯૯૧ થી ૯૯ ટકાથી વધુ અપક્ષ ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી દીધી છે.ભારતના ચૂંટણી પચં દ્રારા સંકલિત ડેટા દર્શાવે છે કે આઝાદી પછી, સ્વતત્રં ઉમેદવારોની સંખ્યા વધુ રહી હોવા છતાં, ચૂંટણી જીતનારાઓની સંખ્યા ૧૯૫૧માં છ ટકાથી વધુ અને ૧૯૫૭માં આઠ ટકાથી ઘટીને ૨૦૧૯ માંલગભગ ૦.૧૧ ટકા થઈ ગઈ છે. . અપક્ષ ઉમેદવાર તે છે જે કોઈપણ માન્યતાપ્રા પક્ષ સાથે જોડાયેલા નથી.
૧૯૫૧–૫૨ની પ્રથમ ચૂંટણીમાં ૫૩૩ અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી અને તેમાંથી ૩૭ જીત્યા હતા, લગભગ ૬.૯૦ ટકા. ચૂંટણીપંચના નિયમોમાં એવી જોગવાઈ છે કે જે ઉમેદવારો કુલ માન્ય મતોમાંથી ઓછામાં ઓછા છઠ્ઠા ભાગના મત મેળવવામાં નિષ્ફળ જાય છે તેમની ડિપોઝીટ ટ્રેઝરીમાં રીડાયરેકટ કરવામાં આવશે.
૧૯૫૧માં સામાન્ય ઉમેદવારો માટે સિકયોરિટી ડિપોઝીટની રકમ . ૫૦૦ અને એસસીએસટી સમુદાયના ઉમેદવારો માટે . ૨૫૦ હતી. ત્યારથી આ રકમ સામાન્ય અને એસસીએસટી ઉમેદવારો માટે . ૨૫,૦૦૦ અને . ૧૨,૫૦૦ સુધી વધી છે.
૧૯૫૭માં, ૧,૫૧૯ અપક્ષ ઉમેદવારો લોકસભા ચૂંટણી લડા હતા, જેમાં ૪૨ એ જીત્યા હતા –– લગભગ ૮.૭ ટકા. જો કે, આ બે ચૂંટણીઓમાં પણ ૬૭ ટકા અપક્ષ ઉમેદવારોએ તેમની ડિપોઝીટ જ કરી હતી. જેમ જેમ ભારતની લોકશાહી વર્ષેાથી અસ્તિત્વમાં આવતા અનેક પ્રાદેશિક પક્ષો સાથે વિકસતી ગઈ તેમ તેમ જીતનારા અપક્ષ ઉમેદવારોની સંખ્યા ઘટી રહી છે.
૧૯૬૨માં, ૨૦ અપક્ષ ઉમેદવારો જીત્યા હતા, જે કુલના ૪.૨ ટકા હતા, યારે ૭૮ ટકાથી વધુ લોકોએ તેમની ડિપોઝીટ ગુમાવી હતી. તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના મૃત્યુ પછી તરત જ યોજાયેલી ૧૯૮૪ની ચૂંટણીમાં ૧૩ અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી, જે લગભગ ૦.૩૦ ટકાનો સફળતા દર હતો, યારે ૯૬ ટકાથી વધુ લોકોએ તેમની ડિપોઝિટ ગુમાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech