શું વધુ પડતો પરસેવો વળવો એ વધારે કેલરી બર્ન કરી શકે? જાણો આ વાતનું સત્ય શું છે?

  • December 16, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિટ રહેવા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે. સ્થૂળતાથી પીડિત લોકો વજન ઘટાડવા માટે જીમમાં ખૂબ પરસેવો પાડે છે પરંતુ દરેક વ્યક્તિનું વર્કઆઉટ રૂટિન અલગ-અલગ હોય છે. કેટલાક લોકો કાર્ડિયો કરે છે જ્યારે ઘણા લોકો સ્ટ્રેન્થ ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વર્કઆઉટ કરતી વખતે લોકો તેની સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ પર વિશ્વાસ કરવા લાગે છે.


લોકો માને છે કે વધુ પડતો પરસેવો કેલરી ઝડપથી બર્ન કરે છે. આવો પ્રશ્ન ઘણી વખત લોકોના મનમાં આવે છે. શરીરમાં પરસેવો વળવો એક કુદરતી પ્રક્રિયા છે, જે શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વર્કઆઉટ કરતી વખતે શરીરનું તાપમાન વધે છે. શરીરને ઠંડું પાડવા માટે પરસેવો વળે છે. પણ શું એ વાત સાચી છે કે વધુ પરસેવાથી વધુ કેલરી બર્ન થાય છે?


શું પરસેવો કેલરી બર્ન કરે છે?


ઘણીવાર લોકો વિચારે છે કે જેટલો પરસેવો પાડો છો, તેટલુ ઝડપથી વજન ઘટશે અથવા કેલરી બર્ન થશે. જોકે, આ સાચું નથી. જ્યારે શરીરમાં વધુ પરસેવો વળે છે, તેનો અર્થ એ નથી કે તમે વધુ કેલરી બર્ન કરી છે. વધુ પડતો પરસેવો અને બર્નિંગ કેલરી વચ્ચે કોઈ સંબંધ નથી.


કેલરી કેવી રીતે બર્ન થાય છે?


જો દોડવાનું રાખો, વજન ઉપાડો અથવા કોઈપણ હાઈ ઇન્ટેન્સિટી કાર્ડિયો (HIIT) કરો, તો કેલરી બર્ન કરવાની ક્ષમતા વધી શકે છે. કેટલી ઝડપથી કેલરી બર્ન થશે તે શરીરમાં ઊર્જા સ્તર, સ્નાયુઓ કેટલા સક્રિય છે અને વર્કઆઉટના સમય પર આધાર રાખે છે.


શરીરને ડીહાઈડ્રેટ ન થવા દો


શક્ય તેટલું પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું શરૂ કરો. જો વધુ પડતા પરસેવાના કારણે ડિહાઇડ્રેટ થઈ જાઓ છો, તો તે વર્કઆઉટ પરફોર્મન્સ પર નકારાત્મક અસર કરી શકે છે. શરીરમાં પાણીની ઉણપથી થાક, નબળાઈ, ચક્કર અને સ્નાયુઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી ધ્યાનમાં રાખો કે પરસેવાથી વધુ કેલરી બર્ન નથી થતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application