BREAKING NEWS

સરકારી મિલકતો ઉપર પ્રચારના ચિતરામણ નહીં કરી શકાય: ચૂંટણી આયોગે આપી ચેતવણી

  • April 18, 2026 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયભરમા આગામી દિવસોમાં યોજાનારી પાલિકા–પંચાયતોની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન ચૂંટણી આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે તમામ જીલ્લા  કલેકટરો માટે રાય ચૂંટણી આયોગ દ્રારા વિશેષ સુચનાઓ આપવામાં આવી છે જેમાં તમામ જિલ્લા કલેકટરોને કેટલાક મહત્વના જાહેરનામા બહાર પાડવા આદેશ કરાયા છે.જેમા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તમામ પ્રચાર સામગ્રી હટાવીને મિલકતોને તેની મૂળ સ્થિતિમાં લાવવાની જવાબદારી પણ ઉમેદવારે જ ઉઠાવવાની રહેશે.
આ આદેશ અનુસાર, ચૂંટણી પ્રચાર માટે જાહેર સ્થળોએ આડેધડ બેનરો લગાવવા, ચોપાનિયાં ચોંટાડવા કે દીવાલો ચીતરવા પર સંપૂર્ણ પ્રતિબધં મૂકવામાં આવ્યો છે.
સામાન્ય રીતે ચૂંટણી ટાણે સરકારી કચેરીઓ, વીજળીના થાંભલા, એસ.ટી. બસ સ્ટોપ અને સરકારી વાહનો પર વિવિધ પક્ષોના પ્રતીકો અને પોસ્ટરોનો રાફડો ફાટતો હોય છે. જોકે, આ વખતે કલેકટરે સ્પષ્ટ્ર કયુ છે કે કોઈપણ સરકારી મિલકત કે ટેલિફોન–ઈલેકિટ્રક થાંભલા પર પ્રચાર સામગ્રી લગાવી શકાશે નહીં.
આ નિયમોના ભગં બદલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ–૧૬૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ખાનગી મિલકતોના ઉપયોગ બાબતે પણ નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. જો કોઈ ઉમેદવાર કે સમર્થક કોઈની ખાનગી માલિકીની દીવાલ કે જમીન પર પ્રચાર કરવા માંગતા હોય, તો મિલકત માલિકની લેખિત પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.
ઘણીવાર માલિકની ઈચ્છા વિદ્ધ રાજકીય પ્રભાવ હેઠળ બેનરો લગાવી દેવાની ફરિયાદો ઉઠતી હોય છે, જેના પર હવે કાનૂની રોક લાગશે. તત્રં દ્રારા હોડિગ્સ અને કટઆઉટના કદમાં પણ ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
૧૫ ફટ બાય ૮ ફટથી મોટા હોડિગ્સ વાપરી શકાશે નહીં.,૮ ફટથી ઐંચા કટઆઉટ પર પ્રતિબધં રહેશે. પ્રચાર સામગ્રીનો તમામ ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં દર્શાવવો પડશે.
સૌથી મહત્વનું છે કે, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તમામ પ્રચાર સામગ્રી હટાવીને મિલકતોને તેની મૂળ સ્થિતિમાં લાવવાની જવાબદારી પણ ઉમેદવારે જ ઉઠાવવાની રહેશે.
આ જાહેરનામું આગામી ૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધી અમલી રહેશે. જો કોઈ વ્યકિત કે પક્ષ આ નિયમોનું ઉલ્લ ંઘન કરશે તો તેમની સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News