જસદણ પંથકમાં સીમ વિસ્તારમાં કેબલ વાયરની ચોરી કરનાર ગેંગને વીંછિયા પોલીસે ઝડપી લીધી છે. મોટી લાખાવાડ ગામ પાસે પોલીસે ત્રિપુટીને ઝડપી લઇ તેની પાસેથી કોપર વાયર સહિત 31,450 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ આ શખસોની પૂછતાછમાં અન્ય બે શખસોની પણ સંડોવણી ખુલી છે. આ ટોળકીએ સાત ગુનાની કબુલાત આપી હતી.
રાજકોટ જિલ્લા પોલીસવાડા હિમકરસિંહની સૂચનાના પગલે ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ વીંછિયા પોલીસ મથકના પીઆઇ જે.પી.રાવની રાહબરીમાં અલગ અલગ ટીમ બનાવી ચોરી સહિતના બનાવવાનો ભેદ ઉકેલવા પોલીસ કામગીરી કરી રહી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ સોસા વિક્રમસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે ઓરી ગામથી મોટી લાખાવાડ ગામ તરફ જવાના રસ્તે ત્રણ શખસોના હાથમાં પ્લાસ્ટિકની કોથળીઓ હોય જે શંકાસ્પદ જણાતા અને પોલીસને જોઈ આ શખસો ભાગવા જતા પોલીસે તુરંત તેમને અટકાવી તપાસ કરતા કોથળીમાંથી 19 કિલો કોપર વાયર મળી આવ્યો હતો. જેથી તે શક પડતી મિલકત તરીકે કબજે કરી શખસોની પૂછતાછ કરતા તેના નામ પ્રવીણ બાબાભાઈ પરમાર(ઉ.વ 28 રહે. હાલ ચોટીલા, મૂળ સાવરકુંડલા), સુરેશ નટુભાઈ સોલંકી(ઉ.વ 20 રહે. મોટા દેવડા તા. બાબરા) અને મુકેશ બાબુભાઈ સોલંકી (ઉ.વ 30 રહે મોટા દેવડા તા.બાબરા) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે સઘન પૂછતાછ કરતા આ ટોળકી એ ગત તારીખ 18/4 હડમતીયા ગામે આવેલ ટેલીફોન એક્સચેન્જમાં થયેલ ચોરી સહિત કુલ સાત ચોરીની કબુલાત આપી હતી તેમજ ચોરીમાં તેમની સાથે અન્ય બે સાથીદારો હનુુ ઉર્ફે ટેટીયો સુરા ટપુભાઈ વાઘેલા અને અનિલ કિશોર વાઘેલા (રહે. બંને મોટા દેવળીયા તા. બાબરા) સામેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટોળકી પાસેથી કોપર વાયર, ડી.સી કેબલ સહિત કુલ રૂપિયા 31,450 ના મુદ્દામાલ કબજે કરી અન્ય બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ દિવસના સમયે બાઈક લઈ સીમ તથા વાડી વિસ્તારમાં રેકી કરી રાત્રિના કેબલ ચોરીના બનાવને અંજામ આપતા હતા. જે માટે કેબલ કાપવા દાતરડું વાંદરી પાનું સહિતના સાધનો સાથે રાખતા હતા જો કોઈ પ્રતિકાર કરે તો પથ્થર મારવા માટે ગીલોલ પણ સાથે રાખતા હતા. ચોરી કર્યા બાદ કેબલ વાયર સળગાવી કોપર વેચી નાખતા હતા.
એક મહિનામાં આરોપીઓએ કરેલી ચોરી
કેબલ વાયર ચોરી કરનાર આ તસ્કર ટોળકીએ એકાદ મહિના પહેલા મોટા દેવળીયા ગામે વાડીમાંથી 100 ફૂટ કેબલ વાયર, પાંચ દિવસ પહેલા રાણીપડા ગામની સીમમાં દોઢસો ફૂટ વાયર, દસ દિવસ પહેલા રાંદલના દડવા ગામની સીમમાં દોઢસો ફૂટ કેબલ વાયર, 15 દિવસ પહેલા મોટા દેવળીયા ગામે મંદિર પાસેથી 125 ફૂટ વાયર, આજ સમયે અહીં મોટા દેવળીયા ગામે દશામાના મંદિર પાસેથી 70 ફૂટ વાયર, પાંચેક દિવસ પહેલા ઝુંડાળા ગામની સીમમાંથી 180 ફુટ વાયર અને એકાદ મહિના પહેલા વાસાવડ ગામે દેવળિયા વાસાવડની ગોળાઈના પુલ પાસેથી 40 ફૂટ કેબલ વાયરની ચોરી કરી અને કબુલાત આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMરાજકોટ મનપામાં ભરતીનો મેસેજ વાયરલ, તંત્ર ધંધે લાગ્યું, છેતરપીંડીનો ભોગ ન બનવા અપીલ
April 21, 2025 05:05 PMરાજકોટમાં વહેલી સવારે છવાઈ ગાઢ ધુમ્મસ
April 21, 2025 05:00 PMરાજકોટની સિવિલ હોસ્પિટલની છે આ હાલત, દર્દીઓ હેરાન
April 21, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech