જામનગર નવાગામ ઘેડ તળપદા કોળી સમાજની વાડી ખાતે તા.૫-૭-૨૦૨૪ ને શુક્રવારના રોજ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જામનગર જીલ્લામા સમસ્ત કોળી સમાજને એક તાંતણે બાંધી અને સમાજને શિક્ષિત સંગઠીત અને સમાજને મજબુત કરવા જામનગર જીલ્લાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ,અને કર્મચારીઓની એક સુંદર મીટીંગ આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં મંત્રી તળપદા કોળી સમાજ નવાગામ ધેડની વાડી ખાતે આવતા ઢોલ નગારા અને ફટાકડાની આતશબાજીથી અને કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમજ હાજર રહેલા મહાઅનુવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી અને મંત્રીનુ ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું અખિલ ભારતીય કોળી સમાજના જામનગર જિલ્લા પ્રમુખ રાણાભાઈ સરવૈયા, સહદેવ ડાભી દ્વારા શબ્દથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે મંત્રી દ્વારા ગુજરાત સરકાર વિવિધ યોજના માર્ગદર્શન આપી સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો, તેમજ આવનારા દિવસોમા કોળી સમાજને વધુને વધુ શિક્ષિત, સંગઠીત કરવા સુચનો કરવામા આવ્યા હતા.તેમજ પધારેલ કોળી સમાજના હોદેદારો અને કાર્યકર્તાના વિવિધ પ્રશ્ના સાંભળી અને લગત અધિકારી અને શાખાઓને ટેલિફોનેથી સૂચના આપી અને લોકોના પ્રશ્નો હલ કર્યા હતા.
આ તકે જામનગર સમસ્ત કોળી સમાજ જામનગર સર્વ સંગઠનના હોદેદારો આગેવાનો અને કાર્યકર્તા અને સમાજના શિક્ષિત કર્મચારીઓ ડે. શિક્ષણાધિકારી,ડે. મામલતદાર વગેરે હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ મિટિંગની શુભ શરૂઆત શબ્દ થી સ્વાગત જિલ્લા પ્રમુખ રાણાભાઈ સરવૈયા અને આભાર વીધી જિલ્લા કર્મચારી મંડળ પ્રમુખ બી.એ.ડાકી દ્વારા કરવામાં આવ્યું હતું.આ મીટિંગનું સંચાલન અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મહામંત્રી સુભાષભાઈ બી.ગુજરાતીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.આ મુજબ અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મહામંત્રીની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech