કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ સલાયાની લીધી મુલાકાત

  • September 14, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના લોકપ્રિય ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા સાહેબ આજરોજ સલાયાના પ્રવાસે આવ્યા હતા. જ્યા દરજી સમાજ વાડીમાં એક મીટીંગ યોજી હતી. જેમાં સલાયા ભાજપના હોદ્દેદારો ચૂંટાયેલ સભ્યો,તેમજ પૂર્વ સભ્યો અને ભાજપના સમર્થકોની વિશાળ હાજરી હતી. આ કાર્યક્રમમાં મુળુભાઇ દ્વારા ભાજપનાં સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત માર્ગદર્શન આપેલ હતું.આં કાર્યક્રમમાં દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ નકુમ, તાલુકા પંચાયત સભ્ય ઘેલુભા જાડેજા ,સલાયા શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ તન્ના,પ્રભારી પરેશ ભાઈ કાનાણી,મહામંત્રી પ્રદીપસિંહ જાડેજા ,પૂર્વ નગર પાલિકા પ્રમુખ સાલુપટેલ, પૂર્વ ઉપપ્રમુખ મોહનભાઈ વ્યાસ, પૂર્વ શહેર પ્રમુખ અરવિંદભાઈ ભટ્ટ તેમજ અન્ય સંગઠનના હોદેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ બાદ મુળુભાઈએ ત્યાં બિરાજતા ગણેશ ભગવાનના દર્શન કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application