બે કરોડ નવા સભ્યો બનાવવાના લક્ષ્યાંક સાથે ગુજરાતમાં ભાજપમાં સભ્ય નોંધણી ઝૂબેશ ચાલી રહી છે. આવી જ રીતે દેશભરમાં પણ મોટા ટાર્ગેટ સાથે ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ ચાલી રહી છે. મોટાભાગના સ્થળોએથી સભ્ય નોંધણી ઝુંબેશને નબળો પ્રતિસાદ મળી રહ્યો હોવાની વાતો બહાર આવી રહી છે ત્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સભ્ય નોંધણી ઝુંબેશ મામલે સમગ્ર રાજ્યમાં પ્રથમ હોવાની આંકડાકીય માહિતીઓ બહાર આવી રહી છે. સભ્ય નોંધણી ઝુંબેશની પ્રક્રિયા સાથે સંકળાયેલા ભાજપ્ના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં સૌથી વધુ સભ્યો 71 રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં 1,27,643 નોંધાયા છે. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનો આ મત વિસ્તાર સભ્ય નોંધણીમાં ગુજરાતમાં નંબર વન અને સમગ્ર દેશમાં બીજા સ્થાને હોવાથી ભાનુબેન બાબરીયા પર ગુજરાતના ભાજપ્ના આગેવાનો સહિત દેશ પરના ટોચના ભાજપ્ના આગેવાનો દ્વારા અભિનંદનની વષર્િ થઈ રહી છે.
સભ્ય નોંધણી હજુ ચાલુ જ છે અને આગામી દિવસોમાં પણ રાજકોટ ગ્રામ્ય વિસ્તાર સમગ્ર દેશમાં નંબર વન બને તે દિશામાં ભાનુબેન બાબરીયાની આગેવાની હેઠળ રાજકોટ ગ્રામ્ય મત વિસ્તારના ભાજપ્ના આગેવાનો અને કાર્યકરો મહેનતમાં લાગી ગયા છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં ગુજરાત વિધાનસભાની કુલ આઠ બેઠક આવે છે. અન્ય બેઠકની સભ્ય નોંધણી ઝુંબેશની અત્યાર સુધીની આંકડાકીય માહિતી જોઈએ તો 68 રાજકોટ પૂર્વમાં 1,14,510 રાજકોટ પશ્ચિમમાં 1,03,559, રાજકોટ દક્ષિણમાં 81,656 જેતપુરમાં 96903 ગોંડલમાં 47847 જસદણમાં 40083 અને ધોરાજીમાં 36203 નવા સભ્યો નોંધાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGujarat: ST કર્મચારીઓ માટે સારા સમાચાર: DAમાં 4%નો વધારો
January 28, 2025 11:17 PMમહાકુંભમાં આવતા ભક્તો માટે એડવાઈઝરી જાહેર: સલામત અને સુખદ યાત્રા માટે આટલું ધ્યાન રાખો
January 28, 2025 11:15 PMપ્રયાગરાજ: મહાકુંભમાં ભારે ભીડ ઉમટી, મૌની અમાવસ્યા પહેલા 4.64 કરોડ ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન
January 28, 2025 11:13 PMરાજકોટ: ત્રીજી T20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 26 રનથી હરાવ્યું, ઇંગ્લેન્ડની T20 સીરિઝમાં વાપસી
January 28, 2025 11:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech