કેબિનેટ મંત્રી બાવળિયાએ વીંછિયા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેી છિનવી લીધી

  • August 02, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની ચૂંટણી વખતે રાજકોટ જિલ્લા પંચાયત સહિત અનેક પંચાયતોમાં કોંગ્રેસના આગેવાનોને ભાજપમાં ભેળવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ તેમના મતવિસ્તાર વીંછીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સો તાલુકા પંચાયતના કાંગરા ખેરવી દીધા છે.



વિછીયા તાલુકા પંચાયતમાં ૧૮ સભ્યો છે તેમાંી ચૂંટણી ઈ ત્યારે કોંગ્રેસને બહુમતી મળી હતી અને ભાજપના માત્ર ચાર સભ્યો ચૂંટાયા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ ગાબુ અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન ઘનશ્યામભાઈ ડેલીવાળા જવાબદારી સંભાળી રહ્યા હતા. પ્રમુખ કોંગ્રેસના અન્ય કોઈ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે વહીવટ ચલાવે છે અને પંચાયત અધિનિયમ મુજબ કામ કરતા ની તેવા આક્ષેપ સો ૧૬ સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત રજુ કરી હતી. આ ૧૬ સભ્યોમાં નીતાબેન ગઢાદરા પ્રવીણભાઈ મીઠાપરા હાજાભાઇ સાંબડ ભુપતભાઈ રોજાસરા રાયધનભાઈ સુવાણ સોનલબેન વાસાણી નિતેશભાઇ ઓળકીયા અલ્પાબેન તાવીયા નીતુબેન સરવૈયા કલ્પનાબેન વસાવા જશુબેન જાદવ ભાવેશભાઈ ભુસડીયા મીનાબેન જાદવ વિમળાબેન તાવિયા નિકુલભાઇ ગોહિલ અને વનીબેન ગોહિલના નામી અવિશ્વાસ દરખાસ્ત મૂકવામાં આવી હતી. વિછીયા તાલુકા પંચાયતની ખાસ સભામાં આ અવિશ્વાસ દરખાસ્ત મૂકવામાં આવી ત્યારે ચૂંટાયેલા ૧૮ પૈકી ૧૨ સભ્યોએ પ્રમુખ સામે મુકાયેલી અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું. બે સભ્યો ગેરહાજર રહ્યા હતા અને ચાર સભ્યોએ દરખાસ્તની વિરોધમા મતદાન કર્યું હતું.


અવિશ્વાસ દરખાસ્ત પસાર યા પછી કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું કે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જ્યારે જસદણ વિછીયા પંકના વિકાસ માટે ભારે મહેનત કરે છે ત્યારે તેનાી પ્રભાવિત ઈને અને આ વિકાસને વધુ વેગવંતો બનાવવા અમે આ પગલું લીધું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application