રાજકોટ શહેરમાં હેલમેટના નિયમ માટે પહેલા ઘરથી જ અમલની માફક પોલીસ કમિશનર કચેરી કે હેડ કવાર્ટરમાં હેલ્મેટ વિનાના કોઈ ટુ વ્હીલરને નો– એન્ટ્રી અને જો હેલ્મેટ વિનાના હોય તો નંબર પરથી સીધા જ ઘરે ઈ–ચલણ (ચાંદલાની નોટિસ) આવી જાય. પોલીસે પણ વચલો માર્ગ શોધી કાઢયો હોય તેમ હવે કચેરીની અંદર જવું હોય તો ત્યારે પોતાનું ટુ વ્હીલર જ સી.પી. કચેરી બહાર સામે જિલ્લ ા પંચાયતના બધં દરવાજા પાસે જ વાહનોના ખડકલા કરી નાખે છે.
ટુ વ્હીલરચાલકોએ હેલ્મેટ પહેરવી એ નિયમ મુજબ યોગ્ય છે. હેલ્મેટ બાબતે એટલી જાગૃતતા રાજકોટમાં નથી અથવા તો હેલમેટ જ માથાના દુ:ખાવારૂપ લાગતી હોય જુજ ટુ વ્હીલરચાલક હેલમેટ પહેરે છે બાકી મોટાભાગે ઉઘાડા માથે જ હોય છે. સી.પી. રાજુ ભાર્ગવ આરંભથી જ ટ્રાફિક નિયમન હેલ્મેટના આગ્રહી રહ્યા છે. તેમણે પહેલા ઘરેથી (પોલીસ જ) શરૂઆતની માફક સી.પી. કચેરી તથા પોલીસ હેડ કવાર્ટરમાં હેલમેટ ફરજિયાત બનાવ્યા છે. જે મુજબ સી.પી. કચેરીમાં હેલમેટ વિના આવનારા પોલીસ કર્મીઓ ઉપરાંત અન્ય વાહનચાલકોને પણ દરવાજે જ બંદોબસ્તમાં રહેતી પોલીસ પોંખી (દડં આપતી) લેતી હતી.
હેલ્મેટ નહીં તો એન્ટ્રી નહીંના કડક પાલન માટે સી.પી. કચેરીના પ્રવેશદ્રાર પર સ્પષ્ટ્ર લખી દેવાયું છે કે, આપ સીસીટીવી સર્વેલન્સ હેઠળ છો. હેલમેટ પહેર્યા વગર ટુ વ્હીલર લઈને પ્રવેશ કરવો નહીં જો તમે હેલ્મેટ પહેર્યા વગર પ્રવેશ કરશો તો ઈ–ચલણ આપવામાં આવશે. પોલીસ કમિશનરશ્રી રાજકોટ શહેર જેથી હેલ્મેટ વિના કોઈ આવતું નથી. કાળઝાળ ગરમીમાં હેલમેટ જ મુસીબતરૂપ બની જતાં હોવાથી અન્યો તો ઠીક હવે પોલીસે જ વચલો માર્ગ શોધી લીધો છે. ભલે સી.પી. કચેરીમાં ફરજ બજાવતા હોય કે કચેરીમાં કામ અર્થે આવતા હોય પોતાના ટુ વ્હીલર સી.પી. કચેરીમાં લઈ જવા કે પાર્ક કરવાના બદલે સામેની સાઈડ જ બહાર ભાગે થપ્પા લગાવી દે છે. સી.પી. કચેરીનું પાકિગ તથા કચેરી હવે ખાલીખમ કે ખુલી ખુલી લાગે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech