દ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત

  • January 24, 2025 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો: પરિવારમાં માતમ 


દ્વારકામાં રહેતી પરિણીતાએ 25 દિવસ પહેલા એસિડ પી લેતા લાંબી સારવાર દરમિયાન ગતરાત્રીના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દેતા પરિવારમાં માતમ છવાયો છે. 


પ્રાપ્ત વિગત મુજબ દ્વારકાના નરસંગ ટેકરી નજીક હુસેની ચોકમાં રહેતી નિલોફરબેન અબ્બાસભાઈ મોદી (ઉ.વ.42) નામની મહિલાએ ગત તા.3ના રોજ પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લેતા પ્રથમ જામનગર બાદ પોરબંદર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા લાંબી સારવાર દરમિયાન ગત રાત્રીના મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે દ્વારકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.આપઘાત કરનાર નિલોફર બહેનના લગ્ન થયાને 20 વર્ષ જેટલો સમય થયો હતો અને સંતાનમાં દીકરો દીકરી છે. વધુ તપાસ દ્વારકા પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application