પીઆઈની આંતરિક બદલીના ઓર્ડર કરતા સીપી બ્રેજશ કુમાર ઝા

  • May 28, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા છ પીઆઇની આતંરીક બદલીના ઓર્ડર કાઢયા છે.જેમાં પ્ર.નગર, એ ડિવિઝન, સાયબર ક્રાઇમ, મહિલા અને ટ્રાફિક શાખાના ઇન્સ્પેક્ટરોની અરસ પરસ બદલી કરવામાં આવી છે.


શહેર પોલીસ કમિશનર બ્રજેશ બ્રજેશકુમાર ઝા દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના ઓર્ડર કરવામં આવ્યા છે. જેમાં ડીસીબી અટેચ પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ પી.આર. ડોબરીયાને ડીસીબી અટેચ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. જ્યારે એ ડિવિઝન પીઆઈ આર જી બારોટને ટ્રાફિક શાખામાં મૂકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રાફિક શાખાના પીઆઈ એસ.એન.રાઠોડને મહિલા પોલીસ મથક ખાતે મૂકવામાં આવ્યા છે. લીવ રિઝર્વના પીઆઇ કે.પી. તરેટીયાને રીડર શાખામાં નિમણૂક આપવામાં આવી છે.


આ ઉપરાંત સાઇબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ આર.જી.પઢિયારને મહિલા પોલીસ મથકના પી.આઈ. બી.ટી.અકબરીને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. એ ડિવિઝન પીઆઈની ટ્રાફિક શાખામાં બદલી થતાં તેમની ખાલી પડેલી જગ્યાએ થાણા અધિકારી તરીકે ટૂંક સમયમાં અન્ય અધિકારીને નિમણુંક આપવામાં આવનાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application