દક્ષિણ કોરિયાના એક ટેક કંપનીના સીઈઓની કથિત રીતે એક મોટી પોન્ઝી સ્કીમ ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. જેમાં રોકાણકારો સાથે અંદાજે ૩૬૬ મિલિયન ડોલરની છેતરપિંડી કરવામાં આવી હતી. ક્રિપ્ટોન્યૂઝના એક રિપોર્ટ અનુસાર, ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ વેકનના પ્રમુખ બ્યુન યંગ–ઓહ પર યોમ નામના એક સહયોગી સાથે મળીને આ યોજના ચલાવવાનો આરોપ છે. લગભગ ૧૨,૦૦૦ સભ્યો ધરાવતા વેકનના સત્તાવાળાઓ સાથે જરી નાણાકીય નોંધણી વગર વચ્ર્યુઅલ કરન્સી સ્ટેકિંગ પ્રોડકટસ ઓફર કરે છે.
દક્ષિણ કોરિયામાં કાર્યરત આ કંપનીએ વૃદ્ધ નાગરિકોને નિશાન બનાવ્યા હતા. કંપનીએ વરિ નાગરિકોને એથેરિયમ થાપણો પર ૪૫% થી ૫૦% સુધીનું વળતર આપવાનું વચન આપ્યું. વેકનની સમગ્ર દક્ષિણ કોરિયામાં શાખાઓ છે.
આ યોજના ૨૦૨૩ના મધ્યમાં પ્રકાશમાં આવી યારે રોકાણકારો તેમના ભંડોળને ઉપાડવામાં અસમર્થ હતા. બ્યુનની ખાતરી હોવા છતાં, કંપનીનો ઘટાડો નવેમ્બર સુધીમાં સ્પષ્ટ્ર થઈ ગયો યારે તેની સિઓલ ઓફિસ બધં થઈ ગઈ.
ઉપભોકતાઓએ બ્યુન અને યોમ પર છેતરપિંડીનો આરોપ મૂકયો છે અને આ સ્કીમની સીમાની તપાસ કરી રહ્યા છે. યારે બ્યુને કોઈ પણ ખોટા કામનો ઈનકાર કર્યેા છે. અને પોન્ઝી યોજનાઓની અજ્ઞાનતાનો દાવો કર્યેા છે. સત્તાવાળાઓ પીડિતો અને સંભવિત સાથીઓની ઓળખનું કામ કરી રહ્યા છે.
આ પ્રકારની એક ઘટનામાં, યુએસ સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશને એક ક્રિપ્ટો ટ્રેડિંગ કંપની પર વિશ્વભરના ૨૦૦,૦૦૦ રોકાણકારોને છેતરવાનો આરોપ મૂકયો હતો. ક્રિપ્ટો છેતરપિંડી પર તેની કાર્યવાહી ચાલુ રાખતા, એસઈસીએ નોવાટેક, અને તેના અધિકારીઓ તથા તેમાં સંકળાયેલ પ્રમોટરો પર એક મલ્ટી–લેવલ માર્કેટિંગ છેતરપિંડી યોજનાનો આરોપ મૂકયો છે, જેમને ૬૫૦ મિલિયન ડોલરની ડિજિટલ સંપત્તિઓ બનાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech