સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એ આજે કોલકાતાની RG કાર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈની ચાર્જશીટ મુજબ આ કેસના મુખ્ય આરોપી સંજય રોયે પીડિત ડોક્ટર પર બળાત્કાર કર્યો હતો અને પછી તેની હત્યા કરી હતી. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. કોલકાતાની વિશેષ અદાલતમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં, સીબીઆઈએ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ સાથે સ્વયંસેવક તરીકે કામ કરનાર રોયએ હોસ્પિટલના સેમિનાર હોલમાં 9 ઓગસ્ટના રોજ કથિત રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર એજન્સીએ ચાર્જશીટમાં ગેંગ રેપના આરોપનો ઉલ્લેખ કર્યો નથી, જે દર્શાવે છે કે રોયે એકલા હાથે ગુનો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓએ કથિત રીતે આ ગુનો કર્યો હતો જ્યારે પીડિત ડૉક્ટર રાત્રે જમ્યા બાદ હોસ્પિટલના સેમિનાર હોલમાં આરામ કરવા ગયા હતા.ત્યારે આરોપી સંજય રોયે આ ઘટનાને અંજામ આપ્યો હતો સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર્જશીટમાં રૉયને મુખ્ય આરોપી તરીકે 200 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. જો કે, આ કેસમાં અન્ય કોઈ શંકાસ્પદ સંડોવાયેલા છે કે કેમ તે અંગે હજુ તપાસ ચાલી રહી છે.
તાલીમાર્થી ડૉક્ટર 9 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારપછીની તપાસમાં જાણવા મળ્યું કે તેની સાથે એક ઘાતકી ઘટના બની હતી આ ઘટનાના દેશભરમાં વિરોધ બાદ કોલકાતા હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી. બાદમાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
દરમિયાન, આ મામલે મહિલા ડોકટરોને ન્યાય અને કાર્યસ્થળ પર સલામતીની માંગ સાથે આંદોલન કરી રહેલા જુનિયર ડોકટરોના અનશન ઉપવાસ સોમવારે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યા હતા. જો કે, રાજ્ય સરકારે તેમની માંગણીઓ પર હજુ સુધી કંઈ કહ્યું નથી. શનિવાર સાંજથી છ જુનિયર ડોકટરો અનશન ઉપવાસ કરી રહ્યા છે અને બાદમાં અન્ય ડોકટર પણ તેમની સાથે જોડાયા છે.
'પશ્ચિમ બંગાળમાં ડૉક્ટરોના સંયુક્ત પ્લેટફોર્મ'ના છ સભ્યો જુનિયર ડૉક્ટરો સાથે એકતામાં ઉપવાસમાં જોડાવાનું વિચારી રહ્યા છે. એક જુનિયર ડૉક્ટરે કહ્યું, “અમારું અનશન ઉપવાસ ચાલુ છે. અમને રાજ્ય સરકાર તરફથી કોઈ સંદેશ મળ્યો નથી. જ્યાં સુધી અમારી તમામ માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી અમે આ ચાલુ રાખીશું. કોઈપણ બાહ્ય દબાણ અમને અમારી મૃત બહેન માટે ન્યાયની માંગ કરવા માટે વિરોધ કરવાના અમારા માર્ગથી હટાવી શકશે નહીં...હવે નહીં કે ક્યારેય નહીં.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેહના રૂમમાંથી ચીસો સંભળાઈ: સૈફ
January 24, 2025 11:33 AMત્રણ વર્ષમાં બેંગલુરુ-દિલ્હીમાં શરૂ થશે દેશની પ્રથમ ડ્રોન-એરટેક્સી
January 24, 2025 11:32 AMબિલાડીને દૂધનું રખોપુ: અમરેલીમાં અનાજનો સીઝ કરાયેલો જથ્થો આરોપીના કબજામાંથી ચોરી
January 24, 2025 11:23 AMજેતપુરમાં ચારિય બાબતે બોલાચાલીમાં પત્નીની હત્યા કરીને પતિ પોલીસમાં હાજર
January 24, 2025 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech