રાજકોટ માટે ટ્રાફિક જામની સમસ્યા નવી નથી અને કોઈ વિસ્તાર પૂરતી સીમિત નથી. પરંતુ અમીન માર્ગ જેવા પોશ વિસ્તારમાં આ સમસ્યા મોટાભાગે માનવસર્જિત વધુ લાગે છે.ટ્રાફિકના કોઈ નિયમ આ વિસ્તારમાં લાગુ પડતા નથી અને આ બાબતથી પોલીસ પણ પૂરેપૂરી જાણતી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.
શહેરના અન્ય વિસ્તારો કરતા જુદી જ એવી અમીન માર્ગની ટ્રાફિક સમસ્યા સમજીએ તો અહીં સાંજના સમયે ચાલીને નીકળવાનું પણ મુશ્કેલ બની જાય છે. વાહનોની અને તેમાં પણ ખાસ કરીને મોટરોની લાંબી કતાર આ રોડ પર બંને સાઈડમાં લાગી જતી હોય છે. ટ્રાફિકમાં ફસાવાના બદલે વાહન ચાલકો અમીન માર્ગ મેઇન રોડ પરની આસપાસની શેરીઓમાં પોતાનો વાહન લઈને જતા હોય છે. પરંતુ આ પોશ વિસ્તારમાં આવેલી હરિહર સોસાયટી, નૂતન નગર જેવી અનેક સોસાયટીઓએ લોકોની- વાહનોની અવરજવર માટેના રસ્તાઓ બંધ કરી દીધા છે અને ત્યાં લોખંડના દરવાજા મૂકી તાળા મારી દેવામાં આવે છે.
ખાનગી સોસાયટી હોય તો જ તેને તાળા મારી શકાય છે. પરંતુ જો આવું ન હોય તો તાળા મારી શકાતા નથી તેવી કાનૂની જોગવાઈ હોવા છતાં મહાનગરપાલિકાનું તંત્ર ચૂપચાપ બધો તમાશો જોવે છે. જો તાળા બંધ સોસાયટી હોય તો ત્યાં કચરો ઉપાડવાની કે સફાઈની કામગીરી જેવું કોઈ કામ મહાનગરપાલિકાને કરવાનું હોતું નથી પરંતુ આવા બધા કામ થાય છે અને વાહનો પોતાની સોસાયટીમાંથી પસાર ન થાય તે માટે લોખડનાં દરવાજા મૂકી તાળા મારી દેવાય છે. ફ્લેટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બહારની વ્યક્તિના વાહનોના પાર્કિંગ માટે મનાઈ હોય છે પરંતુ રાજકોટમાં તો હવે જાહેર સોસાયટીઓમાં પણ આવું થઈ રહ્યું છે.
અમીન માર્ગ પરના ટ્રાફિકજામની વાત કરીએ તો અહીં સવારથી રાત સુધી ટોઈગ વાન લઈને પોલીસો ફરતા હોય છે. પરંતુ અર્જુનને જેમ માછલીની આંખ માત્ર જ દેખાતી હતી તેવી રીતે આવા પોલીસોને આડેધડ પાર્ક કરેલા વાહનો અને તેની પાસેથી દંડ વસૂલવા સિવાયની કોઈ વાત નજરમાં ન પડતી હોય તેવું લાગે છે.
કાલાવડ રોડ તરફ આવવા જવાનો આ મુખ્ય માર્ગ હોવાથી સાંજે 7:00 વાગ્યા આસપાસ તો મુંબઈના ટ્રાફિકજામને યાદ કરાવે તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે. અહીં આડેધડ રસ્તા વચ્ચે ગાડી મૂકીને જવાના બનાવો પણ વારંવાર બનતા હોય છે. ધૂમ સ્ટાઇલથી બાઈક અને મોટર ચલાવનારાઓની સંખ્યા પણ અહીં ઓછી નથી અને આમ છતાં ટ્રાફિકની તથા ટ્રાફિકના કાયદાના ભંગની આ બાબતો નિવારવા માટે પૂરતા પોલીસની પણ કોઈ વ્યવસ્થા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech