અડધા અબજથી વધુ રકમની ગેરકાયદે દબાણ કરેલ જમીન ખુલ્લી કરાઇ
બેટ દ્વારકામાં છેલ્લા છ દિવસથી મેગા ડીમોલીશન તંત્ર દ્વારા શ કરવામાં આવ્યું છે, અડધા અબજથી વધુ રકમની ગેરકાયદે દબાણ કરેલ જમીન ખુલ્લી કરવામાં આવી છે, આજે મેગા ડીમોલીશનનો સાતમો દિવસ છે, બેટ દ્વારકા બાદ દ્વારકામાં પણ ગેરકાયદેસર જમીન ખુલ્લી કરવામાં આવશે તેમ આધારભુત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ગઇકાલે છઠ્ઠા દિવસે તંત્ર દ્વારા 62 રહેણાંક તથા અન્ય એક સહિત કુલ 63 દબાણો દુર કરવામાં આવ્યા હતાં, જેનું ક્ષેત્રફળ 13490 અને તેની કિંમત આંકીએ તો ા.60705000 થવા જાય છે. કુલ છ દિવસમાં 398 સ્થળો પર તંત્રનું બુલડોઝર ફરીવળ્યું છે, જેનું ક્ષેત્રફળ 114132 અને તેની અંદાજીત કિંમત ા.591130500 થવા જાય છે.
તંત્ર દ્વારા બેટદ્વારકા યાત્રાધામમાં 11 જાન્યુઆરીથી શ કરવામાં આવેલ મેગા ડીમોલીશન ગઇકાલે છઠ્ઠા દિવસે યથાવત રહ્યું હતું અને આજે પણ ચાલું રહેશે, બેટદ્વારકાના ભીમસર તળાવ વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ અત્યાર સુધીમાં 114132 જમીન ખુલ્લી કરવામાં આવી છે અને હજુ પણ બેટદ્વારકા અને આસપાસમાં કોઇ જગ્યાએ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવશે.
છેલ્લા છ દિવસમાં મેગા ડીમોલીશનની ડ્રાઇવ દરમ્યાન કોઇપણ સ્થળે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો, તંત્ર તેમજ એસપી નીતેશ પાંડેયની દેખરેખ હેઠળ તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. સરકારી જમીનો પરના દબાણો દુર થતાં હવે વિકાસના કાર્યોને વેગ મળશે.
દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની આગેવાનીમાં ગત તા.11થી શ થયેલ ડીમોલીશન ગઇકાલે છઠ્ઠા દિવસમાં પ્રવેશ કર્યો હતો. આ ઓપરેશન દરમ્યાન બેટદ્વારકા વિસ્તારમાં કુલ 59 કરોડથી વધુની સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી છે. બેટદ્વારકામાં તોડફોડ બાદ ઠેર-ઠેર કોંક્રેટના ઢગલાઓ જોવા મળી રહ્યા છે.
બેટદ્વારકા દરિયાકાંઠાનો સંવેદનશીલ વિસ્તાર છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખુબ જ અગત્નો હોય અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે હાલની કામગીરી દરમ્યાન સુદર્શન સેતુ તેમજ બજારો બંધ રાખવામાં આવી હતી, ગઇકાલથી બેટદ્વારકાના કૃષ્ણમંદિર, હનુમાન દાંડી, 84 ધુણા વગેેરે ધર્મસ્થળો યાત્રીકો માટે ખુલ્લી મુકી દેવામાં આવ્યા છે ત્યારે સુદર્શન સેતુ સાથે બેટદ્વારકા વિસ્તાર યાત્રીકોના આવગમનને કારણે પુન: ધબકતો થયો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવી રહ્યા છે અને પરીસ્થિતિ નિહાળી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ -૨૦૨૫ અંતર્ગત યોજાયેલ પેનલ ડિસ્કશનમાં જામનગરની વિદ્યાર્થીનીની પસંદગી
January 17, 2025 06:14 PMજામનગરમાં હાપા જલારામાં મંદિર ખાતે 111 પ્રકાર રોટલાના અન્નકૂટ દર્શન યોજાયા
January 17, 2025 06:10 PMજામનગર: રાસાયણિક ખાતરના ભાવમાં વધારા મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલીયાની પ્રતિક્રિયા
January 17, 2025 06:02 PMH-1B વિઝામાં મોટો સુધારો, જાણો ભારતીયોને કેટલો ફાયદો થશે
January 17, 2025 05:54 PMમાસિક ધર્મ દરમિયાન મહાકુંભમાં સ્ત્રી નાગા સાધુઓ કેવી રીતે ગંગા સ્નાન કરે છે, જાણો તેના નિયમો
January 17, 2025 05:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech