મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલબી ટીમ દ્વારા શહેરના કાળીયાબીડ રોડ, પાણીની ટાંકી નજીક ખડકાયેલા બાથરૂમ અને દીવાલ સહિતના દબાણો સામે કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી તમામ દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. સવારથી જ મ્યુ. તંત્રના કાફલાએ હાથ ધરેલી કાર્યવાહીમાં શહેરના હિમાલયા મોલ સામે જાહેર ફૂટપાથ પર લાંબા સમયથી મૂકી રાખવામાં આવતી રીક્ષા હટાવી લેવા અનેકવાર સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં રીક્ષા નહીં હટાવતા આજે લોક ઠપકારી દંડની વસુલાત કરવામાં આવી હતી. મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા પાણીની ટાંકી વિસ્તાર ઉપરાંત દેવુબાગ વિસ્તારમાં પણ દીવાલ અને બાથરૂમ સહિતના ગેરકાયદેસરના દબાણો હટાવી દઈ જગ્યા દબાણ મુક્ત કરાવાઈ હતી. મ્યુ. તંત્ર દ્વારા ગઈકાલે શહેરના ઘોઘાગેટ અને આંબાચોક તેમજ પીરછલ્લા વિસ્તારના અસ્થાઈ દબાણો હટાવ્યા બાદ આજે કાળીયાબીડ રોડ, પાણીની ટાંકી નજીક તેમજ દેવુબાગ વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગણેશગઢ ગામ પાસેથી દારુની ૨૬૪ બોટલનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ
December 23, 2024 04:22 PMસાયન્સ સેન્ટર ખાતે સૌથી મોટી ઝોનલ લેવલની જઝઊખ ક્વિઝ
December 23, 2024 04:21 PMઆહીર સમાજના ભામાશા જવાહર ચાવડા જિલ્લાના પ્રવાસે, અનેક આહીર યુવાનો અગ્રણીઓને રુબરુ મળ્યા
December 23, 2024 04:20 PMસોમનાથ સૂર્યવંશીની હત્યા માટે મહારાષ્ટ્રના CM ફડણવીસ જવાબદારઃ રાહુલ ગાંધી
December 23, 2024 04:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech