કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭નું નવમું સંપર્ણ બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ સર્વાગી વિકાસદ્વાર ખોલનારૂ જણાવી આવકાર્યું હતું. ચેમ્બરના હોદેદારોએ જણાવ્યું હતું કે આ કેન્દ્રીય બજેટથી ભારતની અર્થવ્યવસ્થા મજબુત બની છે તેમજ વિકસીત ભારત@૨૦૪૭નો રોડમેપ તૈયાર થયો છે.
વિશેષમાં રાજકોટ ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, માનદમંત્રી નૌતમભાઈ બારસીયા, સહમંત્રી ઉતસવભાઈ દોશી, ટ્રેઝરર વિનોદભાઈ કાછડીયા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સએ બજેટને આવકારતા જણાવ્યું છે કે, ખાસ કરીને રાજકોટ ચેમ્બરની જે માંગણી હતી કે એમએસએમઇ એકમોને વધુમાં વધુ બુસ્ટ આપવું તે માંગણી મહદઅંશે સ્વીકારવામાં આવી છે. આમ એમએસએમઇ ભારતનું ગ્રોથ એન્જીન હોય તેને પ્રોત્સાહીત કરવા માટે આશરે ૧૦ હજાર કરોડ ફાળવવામાં આવેલ છે તે આવકારદાયક છે. જેનાથી રાજકોટ-સૌરાષ્ટ્રના એમએસએમઇ એકમોનો વધુ વિકાસ થશે. વધુમાં સરકારશ્રીને કોઈપણ ખરીદી કરવાની થાય ત્યારે તે ડાયરેકટ એમએસએમઇ પાસેથી ખરીદી કરશે જે એમએસએમઇને બુસ્ટ અપાવાનુંરૂ પગલુ ગણી શકાય.સાથો સાથ જામનગર ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આયુર્વેદીક પરીક્ષણ કેન્દ્ર અપગ્રેડ કરાવાની જે જાહેરાત કરી છે તે સમગ્ર સૌરાષ્ટ્ર માટે આવકારદાયક છે.
તેમણે ઉમેર્યું છે કે બજેટમાં શહેરી વિકાસ, ગ્રામીણ, અર્થવ્યવસ્થા, ઉદ્યોગો, આવાસ, ગરીબ, મહિલા, કિશાન, આરોગ્ય વિગેરે પર વધુ ફોકસ કરવામાં આવેલ છે. ખાસ કરીને અર્થવ્યવસ્થાને વધુ વધુ મજબુત બનાવવાનો પ્રયાસ કરાશે, વિકસીત ભારત તરફ મજબુત પગલા લેવામાં અગ્રેસર રહેશે, ઈન્ફસ્ટ્રક્ચર ઈન્ફસ્ટ્રકચર ડેવલોપ ઉપર વધુ ફોકસ, રોજગાર ફોકસ, રોજગાર સર્જન, એ.આઈ., એઆઈ.નો વધુ ઉપયોગ, યુવાઓ, મહિલાઓ, ખેડુતો, ગરીબોને વધુમાં વધુ લાભ મળે, નિકાસને વધુ વેગ આપવો અને કન્ટેઈનર નિર્માણ માટે ૧૦ હજાર કરોડ, ભારત દેશને બાયોફાર્માનું હબ બનાવવા માટે આ સેકટર માટે ૧૦ હજાર કરોડ, સૌથી મોટું ટેક્ષટાઈલ પાર્કનું નિર્માણ, તેમજ ટેક્ષટાઈલ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધી હેન્ડલુમ યોજના, મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના, ટુરીઝમનો વધુ વિકાસ કરાશે અને નવા ટ્રેનીંગ સેન્ટર શરૂ કરાશે, માળખાકીય સુવિધા માટે ૧૨.૨ લાખ કરોડ, ઈલેકટ્રોકનીકસ નિર્માણ માટે ૪૦ હજાર કરોડ, આત્મનિર્ભર ભારત ટોપ-અપ માટે બે હજાર કરોડ, દુલર્ભ ખનીજ કોરીડો માટે રાજયોને મદદ, સેમીકન્ડકટર ૨.૦ મીશનનું લોન્ચ, ૭હાઈસ્પીડ રેલ કોરીડોર, સોલારથી જોડાયેલ વસ્તુઓ સસ્તી થશે, ત્રણ નવી એઇમ્સનું નિર્માણ, વિદેશી યાત્રા સસ્તી કરાશે, જીલ્લાની હોસ્પીટલોને વધુ અપગ્રેડ કરાશે, કેન્સર-ડાયાબીટીસ સહિત ગંભીર રોગોની દવાઓ સસ્તી કરાશે. બેન્કીંગ સિસ્ટમ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના, નવો ઈન્કમટેક્ષ કાયદો સરળ કરીને ૧લી એપ્રિલથી ૨૦૨૬ લાગુ કરાશે, આઈટીઆર-૧ અને આઈટીઆર-૨ તા.૩૧ જુલાઈ સુધી ભરી શકશે, ટેકસમાં ગડબડી માટે સજા નહી માત્ર દંડ જેવી જોગવાઈઓ રજુ કરવામાં આવેલ છે જે વ્યાપાર ઉદ્યોગ જગત માટે આવકારદાયક છે.