મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લામાં પિતાના અંતિમ સંસ્કારને લઈને બે ભાઈઓ વચ્ચે વિવાદનો અમાનવીય અને દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. પિતાના અંતિમ સંસ્કારને લઈને બે ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ અને મામલો એટલો વધી ગયો કે એક ભાઈએ પિતાની અડધી લાશ માંગી લીધી. પોલીસે દરમિયાનગીરી કરીને બંને પક્ષોને સમજાવ્યા અને અંતિમ સંસ્કાર કરાવ્યા. પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારે જિલ્લા મુખ્યાલયથી લગભગ ૪૫ કિલોમીટર દૂર લિધોરાતાલ ગામમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર ધ્યાની સિંહ ઘોષ (૮૪) તેમના નાના પુત્ર દેશરાજ સાથે ગામડામાં રહેતા હતા અને લાંબી માંદગીને કારણે મૃત્યુ પામ્યા હતા. પિતાના મૃત્યુની માહિતી મળતાં જ અન્ય જગ્યાએ રહેતો તેનો મોટો પુત્ર કિશન પણ ગામમાં પહોંચી ગયો હતો. તેણે એમ કહીને હંગામો શ કર્યેા કે તે તેના પિતાના અંતિમ સંસ્કાર કરશે પરંતુ નાના પુત્રએ કહ્યું કે તેના પિતાની ઈચ્છા છે કે તે તેના અંતિમ સંસ્કાર કરે. બંને ભાઈઓ વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે કિશને તેના પિતાના શરીરને બે ભાગમાં વહેંચીને બંનેને આપવાની માંગ કરી. વિવાદ વધતો જોઈ લોકોએ પોલીસને જાણ કરી. પોલીસની સમજાવટથી મોટો પુત્ર કિશન ત્યાંથી ચાલ્યો ગયો હતો અને પિતાના અંતિમ સંસ્કાર નાના પુત્ર દેશરાજે કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિવ્યાંગ-પારિતોષિક સ્પર્ધા-૨૦૨૪ અંતર્ગત તા.૨૪ ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે
February 04, 2025 01:35 PMજામનગરમાં ભગવાનશ્રી જગન્નાથજીનો ત્રણ દિવસીય વાર્ષિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
February 04, 2025 01:31 PMબેટ-દ્વારકાના યોગિત્યાનંદજીને કરાયા સન્માનિત
February 04, 2025 01:18 PMજામનગર પંથકમાં વાહનચોર ટોળકી સક્રિય : ત્રણ સ્થળે ચોરી
February 04, 2025 01:13 PMઆગામી તા.27 ફેબ્રુઆરીના રોજ જામનગર 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' યોજાશે
February 04, 2025 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech