ભેજાબાજ યુવતી: જેલમાં રહેલા પાડોશી યુવકનું ઈન્સ્ટામાં ફેક આઈડી બનાવ્યું

  • January 20, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં રહેતા અને જેલમાં બધં આરોપીના નામનું પાડોશી યુવતીએ ઈન્સ્ટામાં ફેક આઈડી બનાવી ફોટા, સ્ટોરી અપલોડ કરી ગુનો આચર્યાના આરોપસર યુવતી સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

નવા થોરાળામાં રહેતા પારૂલબેન કિશોરભાઈ સોંદરવાએ નોંધાવેલી ફરિયાદમાં પાડોશમાં રહેતી યુવતી સામે ગુનો નોંધાવ્યો છે. મહિલાએ ફરિયાદમાં મુકેલા આરોપ મુચબ તેના ભાઈના પુત્ર (ભત્રીજા) કેતનના ઈન્સ્ટાગ્રામ પર ગત તા.૧૦ના રોજ જેલમાં બધં પુત્ર કેવલના નામવાળા ઈન્સ્ટા આ,ડી પરથી ફ્રેન્ડશિપ રિકવેસ્ટનો મેસેજ આપ્યો હતો.

જેલમાં રહેલા પિતરાઈ ભાઈના નામના આઈડી પરથી આવેલા મેસેજ બાબતે યુવકે ઘરના સભ્યોને વાત કરી હતી. પુત્રના નામે ફેક આઈડી બનાવી કોઈ ફ્રેન્ડ રિકવેસ્ટ, ફોટા તેમજ સ્ટોરીઓ અપલોડ કરતું હોવાનું ધ્યાને આવતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ અપાઈ હતી. પોલીસે તપાસ કરતા જે મોબાઈલ નંબર પરથી મેસેજ આવતા હતા તે નંબર રામનગર સોસાયટીમાં રહેતા ખુશાલભાઈ સોલંકીના નામે રજિસ્ટર્ડ હતો. પોલીસે સંપર્ક કરતા ખુશાલભાઈની પુત્રી ભૂમિ આ નંબર યૂઝ કરતી હોવાનું ખુલ્યું હતું.

ફેક આઈડી બનાવવા મામલે યુવતી વિરૂધ્ધ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો આ માટે કેવલના નામનું આઈડી બનાવ્યું સહિતના મુદે યુવતીની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application