BREAKING NEWS

સલાયા શાક માર્કેટ પાસે નળની લાઇનમાં ભંગાણ:હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ

  • December 22, 2025 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયામાં બજારમાં શાક માર્કેટ પાસે ઘણા સમયથી નળની લાઇન તૂટેલ હોય મોટા પ્રમાણમાં પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે.હજારો લીટર પાણી ગટરમાં વેડફાઈ રહ્યું છે.બજારોમાં પણ પાણી ફરી વળતા રસ્તાઓ પણ ચાલવા લાયક રહેતા નથી,એક તરફ સરકાર પાણી બચાવવા હજારો યોજનાઓ બનાવે છે જ્યારે સલાયામાં ઘણા સમયથી આ પાણી વેડફાઈ રહ્યું છે.

​​​​​​​જ્યારે પાણીનો આ વિસ્તારમાં વારો હોય ત્યારે આ પાણીનો બગાડ ચાલુ છે.જેથી નગરપાલિકાએ તુરંત આ રીપેર કરી અને પાણી નો બગાડ અટકાવવો જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application