બ્રાઝિલ: કોકેઈન ડ્રગ્સના નશામાં ચૂર ૧૩ ઘાતક શાર્કએ વિશ્ર્વભરમાં જગાવી ચર્ચા

  • July 26, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇકોસિસ્ટમ પર માનવ પ્રવૃત્તિઓની પ્રતિકૂળ અસરો વચ્ચે, બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યેા છે. તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રિયો ડી જાનેરોના દરિયાકાંઠેથી પકડાયેલી ૧૩ શાર્ક કોકેઈનના નશામાં હતી. 'કોકેન શાર્ક' નામના રિસર્ચ પેપરના રિપોર્ટ અનુસાર, શાર્કમાં કોકેઈન અને બેન્ઝોઈલેકગોનાઈન મળી આવ્યા છે. આ સંશોધન પેપર એક પ્રતિિત જર્નલ સાયન્સ ઓફ ધ ટોટલ એન્વાયર્નમેન્ટમાં પ્રકાશિત થયું છે. ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં, સંશોધકોએ ૧૩ શાર્કનું પરીક્ષણ કયુ અને જાણવા મળ્યું કે તમામના યકૃત અને સ્નાયુ પેશીઓમાં કોકેઈનના નિશાન હતા.
આ શાર્કમાં જોવા મળતા કોકેઈનનું સ્તર દરિયાઈ જીવનમાં અગાઉ જોવા મળેલાં કરતાં ૧૦૦ ગણું વધારે હોવાનું નોંધાયું હતું. અભ્યાસના કો રાઇટર અને ઓસ્વાલ્ડો ક્રુઝ ફાઉન્ડેશનના જીવવિજ્ઞાની રશેલ એન હાઉઝર ડેવિસે કહ્યું, અમે ખરેખર આશ્ચર્યચકિત છીએ, આ પ્રથમ વખત છે યારે સૌથી ઘાતક શિકારી પ્રાણીઓમાંના એક માટે આ ડેટા મળ્યો છે. મોલસ્ક, ક્રસ્ટેશિયન્સ અને ઈલ સહિતની નાની પ્રજાતિઓ પરના વિવિધ અભ્યાસો બાદ શાર્કમાં કોકેઈનનું પૃથ્થકરણ કરવા માટેનો આ પહેલો અભ્યાસ હતો, જેમાં તમામ ૧૩ શાર્કમાં અનફિલ્ટર કરેલ કોકેન અન્ય પ્રાણીઓ પર કરવામાં આવેલા અગાઉના અભ્યાસો કરતાં ઘણી વધારે સાંદ્રતામાં જોવા મળ્યું હતું, જે આ ડ્રગના લાંબા સમય સુધી સંપર્કમાં હોવાનું સૂચવે છે.
રિયો ડી જાનેરોના વોટરશેડની બનેલી નદીઓમાં કોકેઈનના ઉચ્ચ સ્તરની શોધ પછી આ વર્ષની શઆતમાં બ્રાઝિલમાં અભ્યાસ શ થયો હતો. અન્ય દરિયાઈ નિષ્ણાતોએ ૨૦૨૩ માં કોકેન શાર્ક નામની ડોકયુમેન્ટરીમાં શાર્ક દ્રારા મેકિસકોના અખાતમાંના ઘણા બધા પેકેજોમાંથી કોકેનનું સેવન કયુ હતું. ઓસ્વાલ્ડો ક્રુઝ ફાઉન્ડેશનના જીવવિજ્ઞાનીઓની ટીમ – વિશ્વભરના ગંદાપાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ સાથે જોડાયેલી સંસ્થા છે, કેટલાક પદાર્થેાને અસરકારક રીતે ફિલ્ટર કરી શકતી નથી, જેનાથી તેમને સમુદ્રમાં છોડવામાં આવે છે. કોકેન શાર્ક દસ્તાવેજી માટે સંશોધન ટીમનું નેતૃત્વ કરનાર લોરિડામાં પર્યાવરણીય ઇજનેર ટ્રેસી ફેનારાએ જણાવ્યું હતું કે કોકેન હજુ પણ પ્રદૂષકોની મોટી સમસ્યાનો એક નાનો ભાગ છે.
અભ્યાસ મુજબ, એવી શકયતા છે કે આ દવાઓ ગેરકાયદેસર કોકેઈન પ્રયોગશાળાઓમાંથી નીકળતા પ્રવાહો દ્રારા અથવા ડ્રગ યુઝર્સ દ્રારા દરિયાઈ ઇકોસિસ્ટમ સુધી પહોંચી હોય. વૈજ્ઞાનિકો હજુ સુધી તેના ક્રોત વિશે સંપૂર્ણ ખાતરી નથી, પરંતુ તે પણ શકય છે કે શાર્કે કોકેઈનના બંડલનું સેવન કયુ હોય જે દરિયામાં ફેંકી દેવામાં આવ્યા હોય. આ અભ્યાસમાં જે ૧૩ શાર્કમાં કોકેન મળી આવ્યું હતું તે બ્રાઝિલિયન શાર્પનોઝ શાર્ક અથવા રિઝોપ્રિઓનોડોન લાલેન્ડી હતી. તેમાંથી ત્રણ નર અને ૧૦ માદા શાર્ક હતી. દસમાંથી પાંચ માદા શાર્ક ગર્ભવતી હતી, યારે બાકીની પાંચમાંથી માત્ર એક જ પુખ્ત હતી અને અન્ય કિશોરો હતી યારે નર શાર્કમાંથી કોઈ પણ પુખ્ત ન હતી; તે બધા તેમની કિશોરાવસ્થામાં હતા. આ અભ્યાસ દર્શાવે છે કે શાર્કને તેમના કુદરતી રહેઠાણમાં દવાઓનો સંપર્ક થયો છે, જે દરિયાઈ જીવન માટે ગંભીર ખતરો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application