બોરડા ગામે યુવાન ત્રણ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતા ભવ્યાતીભવ્ય સ્વાગત સામૈયા કરાયા

  • December 11, 2024 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 તળાજા મહુવા તાલુકામા આર્મી ફોર્સ જોઈન્ટ કરી ટ્રેનિંગ પૂર્ણ કરી સતત યુવાનો યુવતિઓ વતન આવી રયા છે ત્યારે  બોરડા ગામના ત્રણ જવાનો હૈદરાબાદ આઠ માસ ની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતા ગામ વિસ્તાર અને આસપાસ ગામડાઓ અને ત્રણેય જવાનોના પરીવાર દ્વારા    સ્વાગત સામૈયા કરાયા હતા.
તળાજા ના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વિક્રમ ડાભી , તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સહિત અગ્રણીઓ સંતો મહતો નેતાઓ અધિકારીઓ પદાધિકારીઓ સહીત ઉપસ્થિત રહેલ અને સન્માનિત કરાયા હતા જેમા જયદિપ ભાઈ જીવન ભાઈ વેગડ , મેહુલ ભાઈ વેજા ભાઈ ભાલીયા . જયદિપ ભાઈ વિઠ્ઠલભાઈ શિયાળ સહિત ત્રણેય જવાનો બોરડા વતન પહોચી સૌ પ્રથમ રામજી મંદિર , હનુમાન દાદા ના મંદિર,  બાપા સીતારામ મંદિર, બુટ માતાના મંદિરે દર્શન કરી આશિર્વાદ લઈ પરીવાર માતા પીતા ના આશિર્વાદ લીધા હતા. સામૈયુ ગામ પ્લોટ વિસ્તારમા ફરયુ હતુ અને ત્યાર બાદ બોરડા ગોપનાથ રોડ ઉપર આવેલ વાડીએ પહોચ્યુ હતુ જયા બહેનો અને તેના માતા ભાભી એ ઓવારણા લઈ કુમ કુમ તિલક કરી આશિર્વાદ પાઠવેલ અબાલ વૃદ્ધ યુવતિઓ મહીલાઓ યુવાનો સૌ કોઈ ડીજે ના તાલે ઝુમ્યા હતા તેમજ ભોજન પ્રસાદ નુ પણ  આયોજન કરાયુ હતુ.    જયદિપ જીવન ભાઈ વેગડ જયદિપ ના પરીવાર પિતા જીવન ભાઈ અને માતા બાલુ બેન ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે અને જયદિપ ને ચાર ભાઈ છે ઘનશ્યામભાઇ, રાજેશ ભાઈ હરેશ ભાઈ અને ત્રણ બહેનો જયા , ચેતના , દક્ષા તેમજ તલાટી કમ મંત્રી રાજેશ ભાઈ વેગડ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ના ભાણેજ જમાઈ છે તલાટી કમ મંત્રી તરીકે સેવા બજાવી રયા છે અને પરીવાર સાવ સાદા અને ખેતી કામ કરે છે જ્યારે જયદિપ જીવન ભાઈ વેગડ જણાવેલ કે તમામ યુવતિઓ યુવાનો વધુ ને વધુ આર્મી ફોર્સ જોઈન્ટ કરો દેશની સેવા કરો અને પરીવાર ગામનુ નામ રોશન કરો ધારાસભ્ય ગૌતમ ચૌહાણે જણાવેલ કે બોરડા ગામે ત્રણ જવાનો ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતા આશિર્વાદ અને સન્માનિત કરવા પહોચ્યા છીયે અને ખુબ પ્રગતિ કરે અને આર્મી જવાનો વિધાર્થીઓ વિધાર્થીનીઓ ને જ્યારે પણ જરૂરિયાત જણાઇ મારા લાઇક કામ હોય ગમે ત્યારે ફોન કરવા જણાવેલ સમગ્ર પરીવાર ની ખુશીથી આખોમાંથી અશ્રુ વહેતા થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application