રાજકોટ મહાનગરપાલિકા દ્રારા .૧૦૦ કરોડના બોન્ડ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જેને પ્રચડં પ્રતિસાદ સ્વપે .૪૯૫ કરોડની ૧૪ બીડ મળી હતી. મહાનગરપાલિકા દ્રારા તા.૧૬–૧૦–૨૦૨૪ના રોજ ઇસ્યુ કરેલ બોન્ડ ગણતરીના જ સેકન્ડમાં સોથી નીચા વ્યાજદરે ૭.૯૦ ટકાએ પાંચ ગણો ભરાઇ ગયો હતો. રોકાણકારોએ રાજકોટ મહાપાલિકાની નાણાકીય સ્થિરતા પર વિશ્વાસ રાખી ઇસ્યુ ભરેલ છે, જે રાજકોટ મહાપાલિકા તેમજ રાજકોટના શહેરીજનો માટે ગર્વની વાત છે. આ સફળતા બદલ મહાપાલિકાના એકાઉન્ટ ઓફિસર અમિત એલ.સવજીયાણીને મેયર અને મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ તેમજ ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાએ અમૃત મિશન–૨.૦ અંતર્ગત ઇસ્યુ કરેલા .૧૦૦ કરોડના બોન્ડને કુલ .૪૯૫ કરોડની કિંમતની ૧૪ બિડ મળેલ છે તેવું શહેરના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યમીનભાઈ ઠાકર અને મ્યુનિસિપલ કોર્પેારેશનના કમિશનર ડી.પી. દેસાઇ તેમજ શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયાએ જાહેર કયુ હતું.
વિશેષમાં ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી અને એકાઉન્ટ બ્રાન્ચના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ચીફ એકાઉન્ટ ઓફિસર અમિત એલ.સવજિયાણીએ જણાવ્યું હતું કે, વર્ષ–૨૦૨૪ના અંદાજપત્રમાં કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રેજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન યોજના અમૃત ૨.૦ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાએ રજૂ કરેલ .૩૪૪.૨૮ કરોડની કિંમતના પ્રોજેકટના ૩૫ ટકા રાજકોટ મહાનગરપાલિકાના ફાળાની રકમ ભરપાઈ કરવાના ભાગપે .૧૦૦ કરોડના બોન્ડ બહાર પાડવા માટે જહેમત શ કરી હતી. આ અંગે આજ રોજ બોન્ડ ઇસ્યુ કરવાના કામ માટે આખરી ઓપ અપાયાની સાથે ઇસ્યુ ખૂલતાં જ રોકાણકારો જાણે રાહ જોતાં હોય તેમ ઇસ્યુ પાંચ ગણો ભરાઈ ગયો છે. ૨૧મી ઓકટોબર ૨૦૨૪ના રોજ આ બોન્ડનું નેશનલ સ્ટોક એકસચેન્જમાં લિસ્ટિંગ થનાર છે. રાજકોટ મહાનગરપાલિકા બોન્ડ થકી કેપિટલ રેઇઝ કરવામાં સફળ થઇ હોવાથી ભારત સરકાર તરફથી .૧૩ કરોડ ઇન્સેન્ટીવ મેળવવાને પણ પાત્ર બની છે.
રાજકોટ મહાનગરપાલિકાને માત્ર ૭.૯૦ ટકા ટકા વ્યાજ ચુકવીને રાજકોટ કોર્પેારેશનને પિયા મળી રહ્યા છે. જેમાં .૧૩ કરોડના કેન્દ્ર સરકારના ઇન્સેન્ટીવ બાદ કરતા માત્ર ૪.૬૩ ટકાના વ્યાજદર ચુકવવું પડશે. જે ફિકસ ડીપોઝીટ કરતા પણ ઓછા વ્યાજદરે રાજકોટ મહાનગરપાલિકાને બોન્ડની રકમ મળેલ છે. આ તમામ કામગીરીમાં મર્ચન્ટ બેન્કરઅરેંજર તરીકે એ.કે. કેપિટલ સર્વિસીઝ લિમિટેડ દ્રારા સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવી હતી. આ ફાયનાન્શિયલ બોન્ડથી રાજકોટના સિવિક ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટને નવું બળ મળશે. બોન્ડથી પ્રા થનારી રકમ .૧૦૦ કરોડ રાજકોટ મહાપાલિકા દ્રારા અમૃત પ્રોજેકટ માટે ઉપયોગમાં લેવાશે.જેથી રાજકોટ શહેરની પાયાની સુવિધા વધુ સુદઢ થશે. હરહમેંશની જેમ રંગીલા રાજકોટના શહેરીનોની સુવિધામાં વધારો કરવા રાજકોટ મહાનગરપાલિકા સદાય તત્પર રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech