બોની કપૂરની દીકરી અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર અને રોહન ઠક્કરે શાનદાર વેડિંગ રિસેપ્શનનું આયોજન કયુ હતું. આ ફંકશનમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ નવપરિણીત યુગલની ખુશીઓમાં સામેલ થયા હતા. રિસેપ્શન માટે અંશુલા કપૂરે રેડ કલરનો યુઝન આઉટફિટ કેરી કર્યેા હતો, યારે તેના વરરાજા રોહન ઠક્કર બ્લેક અને ગોલ્ડન કલરના આઉટફિટમાં જચી રહ્યા હતા. અંશુલા અને રોહનના રિસેપ્શનમાં જેકી શ્રોફ એક છોડ લઈને પહોંચ્યા હતા અને તેમના ચહેરા પર એક મોટું સ્મિત હતું. આ દરમિયાન એકટરે બ્લેક કલરનો બંધ–ગળાનો સૂટ પહેર્યેા હતો. પોતાની સાવકી બહેનના રિસેપ્શનમાં હાન્વી કપૂરે પૂરી લાઈમલાઈટ મેળવી લીધી હતી. આ એકટ્રેસે લેવેન્ડર–ગોલ્ડ કલરની શિમરી સાડી પહેરી હતી. આ સાથે તેણે શાનદાર ડાયમડં વેલરી કેરી કરી હતી. આ લુકમાં હાન્વી ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી. રિતેશ દેશમુખ અને જેનિલિયાએ અંશુલા અને રોહનના વેડિંગ રિસેપ્શનમાં શાનદાર એન્ટ્રી કરી હતી. રિતેશે આ દરમિયાન નેવી બ્લુ કલરનો બંધગળાનો સૂટ પહેર્યેા હતો, યારે જેનિલિયાએ શિમરી એમ્બ્રોઇડરી વાળો ડ્રેસ પહેર્યેા હતો. એકટ્રેસ ભૂમિ પેડનેકર અંશુલા અને રોહનના વેડિંગ રિસેપ્શનમાં બ્લેક અને સિલ્વર કલરના શાનદાર લહેંગામાં પહોંચી હતી.પોતાની ભત્રીજી અંશુલાના વેડિંગ રિસેપ્શનમાં અનિલ કપૂર બ્લેક સૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. અનિલે આ દરમિયાન પેપ્સ માટે જમકર તસવીરો કિલક કરાવી હતી. પોતાની કઝીન અંશુલાના રિસેપ્શનમાં શનાયા કપૂરે પણ પોતાના લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. શનાયા કન્ટેમ્પરરી–સ્ટાઈલ લહેંગા–ચોલીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. વણ ધવન પણ અર્જુન કપૂરની બહેન અંશુલાના વેડિંગ રિસેપ્શનમાં ઓલ–બ્લેક લુકમાં પહોંચ્યો હતો. બોલિવૂડની એવરગ્રીન અદાકારા રેખા પણ રિસેપ્શનમાં સામેલ થઈ હતી. આ દરમિયાન રેખા ગોલ્ડન અને વ્હાઇટ કોમ્બિનેશનવાળી કાંજીવરમ સાડીમાં અત્યતં ખૂબસૂરત લાગી રહી હતી. માંગમાં ટીકો, કાનમાં ઝુમખા અને ગળામાં હાર પહેરીને દિગ્ગજ અભિનેત્રી મહારાણી જેવા લુકમાં પહોંચી હતી. તેણે આખી મહેફિલ જ લૂંટી લીધી. આ સિવાય અંશુલા અને રોહનના વેડિંગ રિસેપ્શનમાં હિમેશ રેશમિયા પોતાની પત્ની સાથે પહોંચ્યા હતા, યારે નુપુર સેનન પોતાના પતિ સાથે જોવા મળી હતી. આ સાથે જ અન્નુ કપૂર, 'જવાન'ના ડિરેકટર એટલી, શબાના આઝમી અને જાવેદ અખ્તર સહિતના ઘણા સિતારાઓએ બોની કપૂરની દીકરીનું વેડિંગ રિસેપ્શન એટેન્ડ કયુ હતું