રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ચકાસણીમાં આવેલા દસ્તાવેજથી ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડમાં કૌભાંડકાર ત્રિપુટી જયદિપ શાંતિલાલ ઝાલા, હર્ષ સાહેલિયા ઉર્ફે હર્ષ સોની તથા એડવોકેટ ગણાવાતા કિશન ડી.ચાવડાએ મળી ૧૭ જેટલી મિલકતોના બોગસ દસ્તાવેજો બનાવ્યાનો ઘટસ્ફોટ થયો છે. બન્ને શખસો હાથમાં આવ્યા બાદ વધુ કારસ્તાન ખુલવાની સંભાવના સાથે ઝડપાયેલા જયદિપના રિમાન્ડ મેળવવા પ્ર.નગર પોલીસે તજવીજ હાથ ધરી છે.
સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન–૧ ખાતેના સબ રજિસ્ટ્રાર અતુલ મધુભાઈ દેસાઈએ ગઈકાલે પ્ર.નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એ પૂર્વે જ મંગળવારે પ્ર.નગર પોલીસે જયદિપ શાંતિલાલ ઝાલાને ઉઠાવી લીધો હતો. તેના એકિટવામાંથી અર્ધી બોટલ દારૂ તથા ૧.૧૭ લાખની રોકડ મળી હતી. આ શખસ સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે આઉટ સોસિગમાં નોકરી કરે છે અને બોગસ દસ્તાવેજમાં રંગેહાથ સપડાઈ જતાં સબ રજિસ્ટ્રાર દ્રારા પોલીસને બોલાવીને સોંપાયો હતો.
આરોપી જયદિપની સાથે અગાઉ ૨૦૧૯માં કોમ્પ્યુટર ઓપરટર તરીકે નોકરી કરતો હર્ષ સોહલિયા માસ્ટર માઈન્ડ હોવાનું અને સાથે એડવોકેટ હોવાનું કહેવાતા કિશન ચાવડા બન્નેની સંડોવણી હોવાનું પ્રાથમિક તબક્કે ખુલ્યું છે. જયદિપ હર્ષના કહેવાથી કામ કરતો હતો તેવુ રટણ કરી રહ્યો છે. જો કે, હર્ષ અને કિશન હાથમાં આવ્યા બાદ સત્ય શું છે તે ખુલી શકે. કદાચ અંદરના કોઈની પણ સંડોવણીખુલે તેવી પોલીસને સંભાવના દેખાઈ રહી છે.
રૈયા સર્વે નં.૨૪૭૧ના પ્લોટ નં.૪૨ના ગામ નજીકના નં.૨માં દાખલ કરવામાં આવેલી નોંધ રદ કરવા પિમ મામલતદાર કચેરી તરફથી ગત તા.૨૪–૧૦ના રોજ અરજી મળી હતી જેમાં સામેલ દસ્તાવેજ ૧૯૭૨ની સાલનો હતો જે ખરાઈ કરવા માટે જણાવાયું હતું. જેથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કમ્પ્યુટરમાં રહેલા સ્કેનિંગ થયેલા હસ્તલેખિત રેકર્ડમાંથી દસ્તાવેજ તથા મામલતદાર તરફથી મળેલા પત્ર અને દસ્તાવેજની નકલમાં વિસંગતા આવી હતી અને કૌભાંડ ખુલ્યું હતું.
રૈયા સર્વે ઉપરાંત મવડી, રાજકોટના ગુંદાવાડી વિસ્તાર, મનહર પ્લોટ સહિતના વિસ્તારો, સર્વે નંબરમાં આવેલી આવી ૧૭ મિલકતોના બોગસ દસ્તવેજો બની ચૂકયાનું સબ રજિસ્ટ્રારની તપાસમાં જેતે સમયે ખુલ્યું હતું. જે બાબતે ૧૭ બોગસ દસ્તાવેજ બન્યાની પ્ર.નગરમાં ત્રિપુટી વિરૂધ્ધ ફરિયાદ આપવામાં આવી છે.
દસ્તાવેજના મુળ માલિક અલગ હતા. સ્કેન દસ્તાવેજમાં નામ બદલીને અન્યના નામે દસ્તાવેજ થઈ ગયા હતા. આવા અલગ અલગ ૧૭ પ્રોપર્ટીના દસ્તાવેજો બન્યાનો પર્દાફાશ થયો હતો. આરોપી જયદિપ ઝાલા દ્રારા કિશન ચાવડાના નામે દસ્તાવેજ ૧૯૭૨ના નોંધણીની નકલની માગણી કરાઈ હતી. તેના પરથી જયદિપનો રોલ સ્પષ્ટ્ર થયો હતો અને જયદિપની સાથે હર્ષ સોની, કિશન ચાવડા હાલ આરોપી બન્યા છે.
ઝડપાયેલો આરોપી અરજીની નકલ લેવા ગયો હતો તો કદાચ સાથે રહેલી રકમ વહિવટની હોવાની આશંકા સેવાઈ રહી છે. કૌભાંડના મુળ સુધી ઉતરવા તેમજ અન્ય આરોપીઓ કોણ કોણ? તે સહિતની બાબતે પ્ર.નગરના પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાંત, પીએસઆઈ ડોબરિયા તથા સ્ટાફે ડીસીબી જગદીશ બાંગરવા, એસીસી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ આરોપી જયદિપના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
કલેકટર સમક્ષ એક મહિલા આવી ને તપાસમાં ખુલ્યું કૌભાંડ
બોગસ દસ્તાવેજ કૌભાંડ સંદર્ભેની વિગતોમાં કોઠારિયા વિસ્તારના મુમતાઝ ટાંક નામની મહિલા કલેકટર પ્રભવ જોષી સમક્ષ મવડી સર્વે નં.૧૯૪માં તેના પિતાએ ૧૯૫૬માં જગ્યા ખરીદ કરી હતી તેના જે તે સમયે શરત ચૂકથી દસ્તાવેજ મેળવાયા ન હતા. ખોવાયેલા દસ્તાવેજો, જમીન સંદર્ભે રજૂઆત માટે આવી હતી. શંકા ઉપજતા કલેકટર દ્રારા સબ રજિસ્ટ્રાર કચેરીને તપાસના આદેશ કર્યા હતા અને કૌભાંડ બહાર આવ્યું હોવાનું કલેકટર દ્રારા જણાવાયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMજયપુર આગ: 30 લોકો હજુ પણ ICUમાં, 9 વેન્ટિલેટર પર
December 22, 2024 02:39 PMહળવદ તાલુકાના સુખપર પાસે માટીની આડમાં ટેલરમાં લઈ જવાતો બીયરનો જથ્થો ઝડપાયો
December 22, 2024 02:37 PMસોમનાથ બાયપાસ સર્કલ અને શિવ પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગ
December 22, 2024 02:35 PMRajkot-મહિલા સાથે અભદ્ર વ્યવહારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
December 22, 2024 02:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech