અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને અવકાશમાં ગયેલું બોઈંગનું સ્ટારલાઈનર અવકાશયાન પૃથ્વી પર પરત ફરી ગયું છે. ત્રણ મહિના સુધી અવકાશમાં અટવાયેલ સ્ટારલાઈનરએ ભારતીય સમય મુજબ રાત્રે સાડા ત્રણ વાગ્યે સ્પેસ સ્ટેશન છોડીને પૃથ્વી તરફ પ્રયાણ શ કયુ હતું. આજે સવારે સાડા નવ વાગ્યે તે સલામત રીતે ઉતરાણ કરવામાં સફળ રહ્યું હતું. અવકાશયાનમાં સમસ્યાને કારણે તે બંને અવકાશયાત્રીઓ વિના પૃથ્વી પર પરત ફયુ છે. મતલબ કે સુનીતા વિલિયમ્સ અને બુરી વિલ્મોરે પાંચથી છ મહિના સ્પેસ સ્ટેશન પર પસાર કરવા પડશે. સ્પેસએકસ ક્રૂ–૯ દ્રારા ફેબ્રુઆરી ૨૦૨૫માં બંને અવકાશયાત્રીઓને પરત લાવવાની યોજના છે. સ્ટારલાઈનર લગભગ ૬ કલાકની મુસાફરી બાદ અમેરિકાના ન્યુ મેકિસકો ક્ષેત્રમાં ઉતયુ હતું. તે સવારે ન્યૂ મેકિસકોના વ્હાઇટ સેન્ડ સ્પેસ હાર્બર પર ઉતયુ હતું . સ્ટારલાઈનરના પ્રસ્થાન પછી, સુનિતા વિલિયમ્સે મિશન કંટ્રોલને રેડિયો કર્યેા, 'કેલિપ્સોને ઘરે લાવવાનો સમય આવી ગયો છે.' બધાની નજર સ્ટારલાઈનરની રીટર્ન જર્ની પર હતી. જો તે સુરક્ષિત રીતે ઉતરી શકયું એટલે બોઈંગ તેની કલંકિત પ્રતિામાં થોડો સુધારો દેખાયો છે
અવકાશયાત્રીઓ અવકાશમાં શું કરશે
નાસાએ અવકાશયાત્રીઓને સ્ટારલાઇનરથી પાછા ફરવાની મંજૂરી આપી નથી. તેથી પ્રશ્ન એ ઊભો થાય છે કે, બૂચ વિલ્મોર અને સુની વિલિયમ્સ વાસ્તવમાં શું કરશે યારે તેઓ આગામી કેટલાક મહિનાઓ માટે આઈએસએસ પર અટવાયેલા છે. સાત અવકાશયાત્રીઓના આંતરરાષ્ટ્ર્રીય ક્રૂ જે સ્પેસ સ્ટેશનના સત્તાવાર સ્ટાફ તરીકે સેવા આપે છે.
જૂન મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું હતું
સ્ટારલાઇનર જૂનમાં લોન્ચ થવાનું હતું જે લગભગ એક અઠવાડિયાનું પરીક્ષણ મિશન હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ થ્રસ્ટરની ખામી અને હિલીયમ લીકને કારણે તેની યોજનાઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. બોઈંગ અને નાસાની ટીમોએ અવકાશયાનની સમસ્યાને ઠીક કરવાનો પ્રયાસ કર્યેા પરંતુ આખરે યુએસ સ્પેસ એજન્સીએ નક્કી કયુ કે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને સ્ટારલાઇનર પર પરિવહન કરવું સલામત રહેશે નહીં. નાસાએ કહ્યું કે બંને અવકાશયાત્રીઓને બોઈંગના પ્રતિસ્પર્ધી સ્પેસએકસના ક્રૂ ડ્રેગન દ્રારા પરત લેવાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી: શેરબજારમાં રોકાણ કરવાના બહાને યુવક સાથે રૂ..50 લાખની ઠગાઈ
November 07, 2024 10:58 AMરેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી નાણા ખંખેરતો કોડીનાર પંથકનો યુવક ઝબ્બે
November 07, 2024 10:51 AMડેડરવા નજીક કારે બાઈકને ઉલાળતા જૂનાગઢનું દંપતી ખંડિત
November 07, 2024 10:45 AMપોરબંદરના યોગપ્રેમીઓને રવિવારે વિશિષ્ટ ક્રિયાઓ ની અપાશે તાલીમ
November 07, 2024 10:41 AMવિધાર્થિનીઓને મફતમાં સાયકલની ૫૩૦૦ અરજી, ૫૧૦૨ મંજૂર: આપી એક પણ નહીં
November 07, 2024 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech