બોલિવૂડ એકટર સની દેઓલની આગામી અને મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બંટવારા ૧૯૪૭' નું દમદાર ટીઝર રિલીઝ થઈ ચૂકયું છે. દેશભકિત અને લાગણીઓથી ભરપૂર આ ટીઝરને દર્શકો તરફથી ખૂબ જ શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આ દરમિયાન સની દેઓલના નાના ભાઈ અને એકટર બોબી દેઓલની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બોબી દેઓલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મનું ટીઝર શેર કરીને મોટા ભાઈ સની દેઓલ માટે એક અત્યતં પ્રેમભરી નોટ લખી છે અને સનીને દુનિયાના સર્વશ્રે ભાઈ ગણાવ્યા છે. બોબી દેઓલે ટીઝર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ''ભૈયા તમે બેસ્ટ છો... હત્પં આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. તમને અને આખી ટીમને ઘણી બધી શુભેચ્છાઓ. આ ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો, 'બંટવારા ૧૯૪૭' આ જ વર્ષે સ્વાયત્તતા દિવસના અવસરે એટલે કે ૧૪ ઓગસ્ટ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આમિર ખાન પ્રોડકશનસના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં સની દેઓલની સાથે પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી, કરણ દેઓલ અને અલી ફઝલ જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બીજી તરફ, જો બોબી દેઓલના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેઓ હાલમાં પોતાની નવી ફિલ્મ 'એલ્ફા' (અહાવફ) ને લઈને ચર્ચામાં છે, જે આજે એટલે કે શુક્રવાર, ૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપી રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી મુખ્ય ભૂમિકામાં છે અને તેને લઈને પણ દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application