વડોદરા દુર્ઘટના પછી કડક થયું તંત્ર
ઓખા- બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સુદર્શન બ્રીજનાં લોકાર્પણ પછી ફેરી બોટ સર્વિસનાં વેપારને ફટકો પડ્યો હતો ઉપરથી વડોદરાનાં હરણી દુર્ઘટના કાંડ પછી સરકારે રાજ્યભરનાં જળાશયોમાં બોટીંગ ને લઇ નિયમોની અમલવારી કડક કરવામાં આવતા ઓખા - બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ બંધ થઇ ગઇ છે. જેને પગલે બોટ માલિકો વેપાર પુન: ચાલુ થાય એ માટે ધમપછાડા કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરા કાંડ પછી હાઇકોર્ટમાં સૂઓમોટો થયેલ હોય રાજ્યભરનાં જળાશયોમાં બોટીંગ ને લઇને વચગાળાની માર્ગદર્શિકા બહાર પાડી તેની અમલવારી માટે ફાયર સહિતનાં વિભાગો સંલગ્ન સમિતિ બનાવી જે-તે બોટની ચકાસણી કરી NOC આપવામાં આવે પછી જ બોટ ચલાવી શકાય એવી સ્થિતિ ઉદભવતા અત્યાર સુધી રામ ભરોસે ચાલતી વ્યવસ્થામાં વિક્ષેપ ઉભો થતા બોટ માલિકો આકુળ વ્યાકુળ થયા છે.
ફેરી બોટ સર્વિસ માં મુસાફરોને લાઇફ જેકેટ વગર મુસાફરી કરાવાતી હોવાનાં તથા ઓવરલોડીંગનાં વિડીયો અનેક વખત વાયરલ થઇ ચૂક્યા છે. નાછૂટકે મેરીટાઇમ બોર્ડે પણ બોટનાં લાયસન્સ અઠવાડીયા માટે સસ્પેન્ડ કર્યા હોવાની ઘટનાઓ બની છે પરંતુ હાલ ઉપરથી આદેશ હોય બોટ માલિકોને 'છૂટ' આપી શકાય એમ નથી એવો ગણગણાટ થઇ રહ્યો છે.
ભૂતકાળમાં અનેક વખત જોખમી સંજોગો સર્જાયા હતા પણ તંત્ર જાગ્યું નહી...
ઉલ્લેખનીય છે કે ઓખાનાં દરીયામાં ડોલ્ફીન દર્શનનાં નામે અનેક નાની બોટ પ્રતિબંધિત હાર્બર વિસ્તારમાં પણ લટાર મારતી હતી ઘણી વખત બોટમાં પાણી ભરાવાની ઘટનાઓ બની છે પરંતુ જાનહાનિ ન થતા ઉહાપોહ ન થવાને પગલે ઘી નાં ઠામમાં ઘી પડી જતું હતુ. ફરીથી જો બોટનાં ફિટનેસ મામલે ઢીલ આપવામાં આવે તો કોઇ મોટી દુર્ઘટના ઘટી શકે એ સંભાવના નકારી શકાય નહીં. જેને પગલે મેરીટાઇમ બોર્ડ દ્વારા સરકારી આદેશની કડક અમલાવારીને નિષ્ણાંતો આવકારદાયક અને જરૂરી ગણાવી રહ્યા છે તો આ બાબતને કારણે આર્થિક નુકસાન વેઠતા બોટ માલિકો યેનકેન પ્રકારે સ્થાનિક તંત્ર સાથે ગોઠવણ કરી ફરીથી જોખમી ધંધો ચાલુ કરવા તલપાપડ હોવાનું ચર્ચાય રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત - પાક વચ્ચે સીઝ ફાયર માટે મેં ટ્રેડ વેપન અજમાવ્યું: ટ્રમ્પની ફરી શેખી
May 14, 2025 10:53 AMબાંગ્લાદેશ છોડીને પાકિસ્તાની હાઈ કમિશનર ફરાર,અનેક અટકળો
May 14, 2025 10:48 AMપહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય વેબસાઈટો પર 15 લાખ એટેક, માત્ર ૧૫૦ જ સફળ થયા
May 14, 2025 10:43 AMદ્વારકામાં ગાડી રાખવા બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી
May 14, 2025 10:41 AMલોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રી વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ હટાવવા હાઈકોર્ટનો આદેશ
May 14, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech